જામનગરમાં હર્ષદમીલની ચાલીમાં રહેતા પર પ્રાંતિય પિતા-પુત્ર પર હુમલો, 3 લોકો સામે ફરિયાદ

image : FreepikCrime News Jamnagar : જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા પર પ્રાંતીય પિતા-પુત્ર પર ગઈકાલે પાડોશી ત્રણ શખ્સોએ લોખંડની ટોમી વડે હુમલો કરી ઇજા પહોંચાડી છે. જેમાં પિતાનું માથું ફાટી ગયું છે, અને માથામાં આઠ ટાંકા લેવા પડ્યા છે. જ્યારે પુત્ર પણ ઘાયલ થયો છે.આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદમીલની ચાલીમાં બ્લોક નંબર 10 માં રહેતા રતનભાઇ આરમુગમ મોદલીયાર નામના 48 વર્ષના પરપ્રાંતિય યુવાન અને તેના પુત્ર ઉપર જુની અદાવતનું મનદુઃખ રાખીને પાડોશમાં જ રહેતા હૈદર કૂતબુદ્દીનભાઈ શેખ, સમીર હૈદરભાઈ શેખ અને સરદાર ઉર્ફે દાદો વગેરે ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીય રતનભાઇ અને આરોપી હૈદર વચ્ચે અગાઉ પણ તકરાર થઈ હતી, અને પરપ્રાંતિય યુવાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનુ પોલીસમાં જાહેર થયું છે. પોલીસે ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધ્યો છે. જ્યારે ફરિયાદી રતનભાઈના માથામાં ટોમી ફટકારી હોવાના કારણે માથું ફાટી ગયું છે, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે અને માથામાં 10 ટાંકા આવ્યા છે.

જામનગરમાં હર્ષદમીલની ચાલીમાં રહેતા પર પ્રાંતિય પિતા-પુત્ર પર હુમલો, 3 લોકો સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Crime News Jamnagar : જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા પર પ્રાંતીય પિતા-પુત્ર પર ગઈકાલે પાડોશી ત્રણ શખ્સોએ લોખંડની ટોમી વડે હુમલો કરી ઇજા પહોંચાડી છે. જેમાં પિતાનું માથું ફાટી ગયું છે, અને માથામાં આઠ ટાંકા લેવા પડ્યા છે. જ્યારે પુત્ર પણ ઘાયલ થયો છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદમીલની ચાલીમાં બ્લોક નંબર 10 માં રહેતા રતનભાઇ આરમુગમ મોદલીયાર નામના 48 વર્ષના પરપ્રાંતિય યુવાન અને તેના પુત્ર ઉપર જુની અદાવતનું મનદુઃખ રાખીને પાડોશમાં જ રહેતા હૈદર કૂતબુદ્દીનભાઈ શેખ, સમીર હૈદરભાઈ શેખ અને સરદાર ઉર્ફે દાદો વગેરે ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીય રતનભાઇ અને આરોપી હૈદર વચ્ચે અગાઉ પણ તકરાર થઈ હતી, અને પરપ્રાંતિય યુવાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનુ પોલીસમાં જાહેર થયું છે. પોલીસે ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધ્યો છે. જ્યારે ફરિયાદી રતનભાઈના માથામાં ટોમી ફટકારી હોવાના કારણે માથું ફાટી ગયું છે, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે અને માથામાં 10 ટાંકા આવ્યા છે.