જામનગરમાં ચોર જ ચોરેલી સાઇકલ પાછી મૂકી ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar News : જામનગર શહેરમાં સોશિયલ મીડિયાની તાકાતનો અદભૂત દાખલો જોવા મળ્યો છે, જ્યાં એક સાયકલ ચોરને સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોના કારણે ચોરેલી સાયકલ પરત મૂકવાની ફરજ પડી છે. સવારે 8 વાગ્યે સાયકલની ચોરી કર્યા બાદ, બપોરે 2 વાગ્યા સુધીમાં તસ્કરે સાયકલ પાછી મૂકી દીધી, જે સોશિયલ મીડિયાના વ્યાપક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે.
સાયકલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
જામનગરમાં નદીપા રોડ પર આવેલા દીવાનખાના ચોક વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ કલરવાળાએ પોતાની સાયકલ ઘરની બહાર લોક કર્યા વિના રાખી હતી. સવારે આઠ વાગ્યાના સુમારે એક તસ્કર ત્યાં આવ્યો અને આસપાસ કોઈ ન હોવાનો મોકો જોઈને સાયકલ ઉપાડીને રફુચક્કર થઈ ગયો.
What's Your Reaction?






