જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Resort Fire: જામનગર નજીક રણજીતસાગર રોડ પર દડિયા ગામ પાસે આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે(2 મે, 2026) બપોરે અંદાજે 1:26 વાગ્યે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, કુલરના પંખામાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી.
ફોરેસ્ટ રિસોર્ટમાં લાગી ભીષણ આગ
આ રિસોર્ટમાં ગાઝેબો પ્રકારનું બાંધકામ સંપૂર્ણપણે વાંસ અને લાકડાથી બનાવેલું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

