જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: મિડલ ઈસ્ટના દેશોમાં સર્જાયેલી યુદ્ધની તંગદિલી અને રાષ્ટ્રીય સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ જેવી સ્થિતિ છે. આ અંતર્ગત જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 'સઘન કોસ્ટલ પેટ્રોલિંગ' હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું ચેકિંગ
રાષ્ટ્ર વિરોધી, આતંકવાદી કે ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે મરીન કમાન્ડોની જુદી જુદી ટીમોએ જામનગરના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગણાતા દરિયાઈ વિસ્તારોમાં તપાસ તેજ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન ખાસ કરીને એરફોર્સ રેન્જ અને સરમત વિસ્તાર, રસૂલનગર અને સિક્કા જેટી અને સોલ્ટ ગેટ સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

