જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમાં લીધા

Feb 23, 2026 - 15:30
જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમાં લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર- કાલાવડ ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહેલા એક પદયાત્રી સંઘને પાછળથી એક ટ્રેન ના ચાલકે હડફેટમાં લઈ લેતાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત બની હતી, જેમાં રાજકોટના જસદણ પંથકની એક મહિલાનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે, જયારે એક અન્ય યુવતી ઇજાગ્રસ્ત બની હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી લીધી છે. આ અકસ્માતના બનાવને લઈને પદયાત્રી સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામના રબારી પરિવારના ચાર મહિલા સભ્યો જેમાં જેઠીબેન રામાભાઇ ખટાણા (ઉમર 54), આરતીબેન દિલીપભાઈ રબારી, કમુબેન દેવશીભાઈ મોરી, અને રાધા બેન ગભરૂભાઈ ખાંભલા, કે જેઓ પોતાના ગામથી પદયાત્રા કરીને દ્વારકાધીશજીના મંદિરે ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન ગઈકાલે બપોરના સમયે જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર મોટા થાવરીયા ગામના પાસે અકસ્માત નડ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0