ગોતા બ્રીજ પાસે ટ્રકમાંથી રૂપિયા ૪૯ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો
અમદાવાદ,બુધવારશહેરના એસ જી હાઇવે ગોતા બ્રીજ પાસે પીસીબીના સ્ટાફે બુધવારે એક ટ્રકમાં સાયકલના ટાયરની આડમાં છુપાવેલો રૂપિયા ૪૯ લાખની કિંમતની વિદેશી દારૂની ૨૧ હજારની વધુ બોટલો જપ્ત કરીને ડઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉદેપુરમાં રહેતા બુટલેગરે ચંડીગઢથી દારૂનો જથ્થો મોકલીને રાજકોટ-સુરેન્દ્રનગર હાઇવે પર પહોંચતો કરવા માટે સુચના આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને સોલા પોલીસે તપાસ શરૂ કરી છે. બુધવારે સવારે વૈષ્ણોદેવી સર્કલથી એસ જી હાઇવે થઇને દારૂ ભરેલી એક ટ્રક ગોતા બ્રીજ તરફ આવતી હોવાની ચોક્કસ માહિતી પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને એક ટ્રકના રોકીને તપાસ કરતા તેમાં સાયકલના ટાયરની આડમાં છુપાવેલી વિદેશી દારૂની ૬૨૭ જેટલી પેટી મળી આવી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
શહેરના એસ જી હાઇવે ગોતા બ્રીજ પાસે પીસીબીના સ્ટાફે બુધવારે એક ટ્રકમાં સાયકલના ટાયરની આડમાં છુપાવેલો રૂપિયા ૪૯ લાખની કિંમતની વિદેશી દારૂની ૨૧ હજારની વધુ બોટલો જપ્ત કરીને ડઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉદેપુરમાં રહેતા બુટલેગરે ચંડીગઢથી દારૂનો જથ્થો મોકલીને રાજકોટ-સુરેન્દ્રનગર હાઇવે પર પહોંચતો કરવા માટે સુચના આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને સોલા પોલીસે તપાસ શરૂ કરી છે. બુધવારે સવારે વૈષ્ણોદેવી સર્કલથી એસ જી હાઇવે થઇને દારૂ ભરેલી એક ટ્રક ગોતા બ્રીજ તરફ આવતી હોવાની ચોક્કસ માહિતી પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને મળી હતી.
જેના આધારે પોલીસે વોચ ગોઠવીને એક ટ્રકના રોકીને તપાસ કરતા તેમાં સાયકલના ટાયરની આડમાં છુપાવેલી વિદેશી દારૂની ૬૨૭ જેટલી પેટી મળી આવી હતી.