ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છતાં અમદાવાદ અને રાજકોટમાં 50 ટકા ઓછો વરસાદ

Ahmedabad-Rajkot Rain Data : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયની ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વરસાદ જ્યાં ખાબકે છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.આ પણ વાંચો :  ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી, પ્રાંતિજમાં બે કલાકમાં જ 5 ઇંચ ખાબકતાં જળબંબાકારએટલે કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે પરંતુ રાજ્યના બે મુખ્ય શહેરોમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ અને રાજકોટમાં ચાલુ વર્ષે સરેરાશ 50% ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં જુલાઇના અંત સુધીમાં 20 થી 22 ઇંચ નોંધાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદ નોંધાયો છે.  જ્યારે ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં દર વર્ષે સિઝનનો સરેરાશ 40 ઇંચ વરસાદ ખાબકતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદથી સીઝનના સરેરાશ આંકડાને આંબશે કેમ તે સૌથી મોટો ચિંતાનો પ્રશ્ન છે.જો રાજકોટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 50% વરસાદ એટલે કે માત્ર 15 ઇંચ વરસાદ નોંધાયો છે.  રાજકોટમાં સીઝનનો 40-45 ઇંચ થી પણ વધુ વરસાદ નોંધાતો હોય છે પણ આ વખતે ઓછા વરસાદથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 45 જળાશયો છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમ 53 ટકા ભરાયોસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.88 ટકા, કચ્છના 20 જળાશયોમાં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે.કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયોઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છતાં અમદાવાદ અને રાજકોટમાં 50 ટકા ઓછો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot-Ahmedabad

Ahmedabad-Rajkot Rain Data : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયની ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વરસાદ જ્યાં ખાબકે છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. 

સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :  ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી, પ્રાંતિજમાં બે કલાકમાં જ 5 ઇંચ ખાબકતાં જળબંબાકાર

એટલે કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે પરંતુ રાજ્યના બે મુખ્ય શહેરોમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ અને રાજકોટમાં ચાલુ વર્ષે સરેરાશ 50% ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં જુલાઇના અંત સુધીમાં 20 થી 22 ઇંચ નોંધાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદ નોંધાયો છે.  જ્યારે ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં દર વર્ષે સિઝનનો સરેરાશ 40 ઇંચ વરસાદ ખાબકતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદથી સીઝનના સરેરાશ આંકડાને આંબશે કેમ તે સૌથી મોટો ચિંતાનો પ્રશ્ન છે.

જો રાજકોટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 50% વરસાદ એટલે કે માત્ર 15 ઇંચ વરસાદ નોંધાયો છે.  રાજકોટમાં સીઝનનો 40-45 ઇંચ થી પણ વધુ વરસાદ નોંધાતો હોય છે પણ આ વખતે ઓછા વરસાદથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 45 જળાશયો છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમ 53 ટકા ભરાયો

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ 

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.88 ટકા, કચ્છના 20 જળાશયોમાં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.