Junagadh: કચરો એકત્રિત કરતા કર્મચારી પર હુમલો થતાં સફાઈ કર્મીઓની હડતાલ

સફાઈ કર્મચારી પર હુમલો થતાં હડતાલ કરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરોની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ દ્વારા ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી જુનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા સફાઈ કર્મચારી ઉપર બે લૂખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બે હુમલાખરોને ઝડપી લેતા સફાઈ કર્મચારીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના જય શેડ ઉપર ગત મોડી રાત્રે મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીના ચાલક અને સફાઈ કર્મચારી ઉપર બે આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને મોડી રાત્રે તમામ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી. તેમજ સફાઈ કર્મચારી યુનિયન મંડળના પ્રમુખ દ્વારા તાત્કાલિક આ બંને અસામાજિક તત્વોને ઝડપી લેવાની માગ સાથે હડતાલ શરૂ કરી હતી. તમામ સફાઈ કર્મીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી. અને આજે પણ સફાઈ કામગીરી બંધ રાખવામાં આવી હતી. આ મામલે જુનાગઢ પોલીસને હુમલાની જાણ કરવામાં આવી હતી.મૌલિક પુરોહિત અને વિનોદ પરમારની ધરપકડસફાઈ કામદાર એસોસિએશન દ્વારા આ મામલે પોલીસને હુમલો કરનાર આવારા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું જેને લઇ બી ડિવિઝન પોલીસમાં બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા મૌલિક પુરોહિત અને વિનોદ પરમારના ઇસમોને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી કામગીરીને લઈ સફાઈ કર્મચારીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા આ બંને ઇસમોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ જુનાગઢ જિલ્લામાં લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવેલા સફાઈ કર્મચારી ઉપર હુમલાને લઈને આરોપી ઝડપાયા બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Junagadh: કચરો એકત્રિત કરતા કર્મચારી પર હુમલો થતાં સફાઈ કર્મીઓની હડતાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સફાઈ કર્મચારી પર હુમલો થતાં હડતાલ કરવામાં આવી હતી
  • પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરોની ધરપકડ કરી
  • બી ડિવિઝન પોલીસ દ્વારા ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા સફાઈ કર્મચારી ઉપર બે લૂખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બે હુમલાખરોને ઝડપી લેતા સફાઈ કર્મચારીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


જૂનાગઢના જય શેડ ઉપર ગત મોડી રાત્રે મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીના ચાલક અને સફાઈ કર્મચારી ઉપર બે આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને મોડી રાત્રે તમામ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી. તેમજ સફાઈ કર્મચારી યુનિયન મંડળના પ્રમુખ દ્વારા તાત્કાલિક આ બંને અસામાજિક તત્વોને ઝડપી લેવાની માગ સાથે હડતાલ શરૂ કરી હતી. તમામ સફાઈ કર્મીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી. અને આજે પણ સફાઈ કામગીરી બંધ રાખવામાં આવી હતી. આ મામલે જુનાગઢ પોલીસને હુમલાની જાણ કરવામાં આવી હતી.

મૌલિક પુરોહિત અને વિનોદ પરમારની ધરપકડ

સફાઈ કામદાર એસોસિએશન દ્વારા આ મામલે પોલીસને હુમલો કરનાર આવારા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું જેને લઇ બી ડિવિઝન પોલીસમાં બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા મૌલિક પુરોહિત અને વિનોદ પરમારના ઇસમોને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી કામગીરીને લઈ સફાઈ કર્મચારીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા આ બંને ઇસમોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ જુનાગઢ જિલ્લામાં લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવેલા સફાઈ કર્મચારી ઉપર હુમલાને લઈને આરોપી ઝડપાયા બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.