Surendranagar: લખતર તાલુકાના વિવાદમાં ઘેરાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનો આવ્યો અંત

લખતર તાલુકાના મોઢવાણા ગામના ચૂંટણીને લઈ વિવાદ સર્જાયો હતો, કારણ કે તારીખ 19-12-2020ના રોજ યોજાયેલી ચૂંટણીમાં બંને ઉમેદવારોને એક સરખા મત મળ્યા હતા. બંને ઉમેદવાર જીતેલા અને સરખા મત મળતા તારીખ 21-12-2020ના રોજ મત ગણતરીના દિવસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી.ચૂંટણી પંચને અરજી કરવામાં આવી હતી ચિઠ્ઠી ઉછાળતા કિરીટસિંહ રાણાને સરપંચ તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ સામે પક્ષના ઉમેદવાર હરપાલસિંહ રાણાને જાણ થઈ હતી કે તેમના ગામના બે પોલીસ કર્મીઓ બેલેટ પેપરમાં વોટ ના આપતા મોઢવાણા ગામે આવી વોટ આપતા ચૂંટણી પંચને અરજી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના તેમજ લખતર કોર્ટમાં અરજી થતા તેની બીજી મતગણતરી મામલતદાર ઓફિસ ખાતે રાખવામાં આવી હતી, તેમાં હરપાલસિંહ રાણાનો એક મતથી વિજય થયો હતો. સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી ત્યારે મતગણતરી ખોટી રીતે થતા કિરીટસિંહ રાણા દ્વારા હાઈકોર્ટના નિર્ણયની સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી, તેમાં પણ લખતર કોર્ટનો નિર્ણય મંજૂર રાખતા હરપાલસિંહ રાણાને વિજય જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મોઢવાણા ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 19-12-2020ના રોજ યોજાયેલી હતી, જેમાં મતગણતરી 21-12-2021ના રોજ થયેલી આ મતગણતરીમાં કિરીટસિંહ રાણા અને હરપાલસિંહ ઘનશ્યામસિંહ રાણાને સરખા મત મળતા ચિઠ્ઠી નાખી ચિઠ્ઠીમાં કિરીટસિંહનું નામ નીકળતા તેમને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. હરપાલસિંહ રાણાએ નામદાર લખતર કોર્ટમાં ચૂંટણીને લઈ અરજી કરેલી ત્યારબાદ હરપાલસિંહને જાણવા મળ્યું હતું કે પોસ્ટર બેલેટ પેપર વાળા બે મતદારે જેવો વડા મુકામે ચૂંટણી ફરજ પર હતા, તે નિયમોને જોગવાઈ મુજબ તેમણે મતદાન મથક આવી મત આપી શકે નહીં. પરંતુ તેઓને મતદાન મથકે આવી મતદાન કરેલું તેથી આ મુદ્દા ઉપર હરપાલસિંહ રાણાએ નામદાર લખતર કોર્ટમાં ચૂંટણીને લઈ અરજી કરેલી અને આ ચૂંટણી અરજીમાં નામદાર કોર્ટે ખાતરી થયેલી કે આ બંને મતદારોએ મતદાન મથકે મત આપેલા છે, તેથી મતદાર શોધી તે નંબર વાળા મતપત્રો રદ કરવાનો અને અને ફેર મત ગણતરીનો હુકમ કર્યો હતો. ત્યાં હુકમ સામે કિરીટસિંહ રાણાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરેલી તે રીટ અરજીમાં તેઓએ સફળ થયા નહીં, ત્યારબાદ તેઓએ સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાં પણ તેઓની અરજી કાઢી નાખવામાં આવતા 11-03-2024ના રોજ મામલતદાર કચેરી લખતર મુકામે ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મામલતદાર ઓફિસ ખાતે ફરી મત ગણતરી કરતા કિરીટસિંહ રાણા એક મતથી હારી ગયા.

Surendranagar: લખતર તાલુકાના વિવાદમાં ઘેરાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનો આવ્યો અંત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર તાલુકાના મોઢવાણા ગામના ચૂંટણીને લઈ વિવાદ સર્જાયો હતો, કારણ કે તારીખ 19-12-2020ના રોજ યોજાયેલી ચૂંટણીમાં બંને ઉમેદવારોને એક સરખા મત મળ્યા હતા. બંને ઉમેદવાર જીતેલા અને સરખા મત મળતા તારીખ 21-12-2020ના રોજ મત ગણતરીના દિવસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી.

ચૂંટણી પંચને અરજી કરવામાં આવી હતી

ચિઠ્ઠી ઉછાળતા કિરીટસિંહ રાણાને સરપંચ તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ સામે પક્ષના ઉમેદવાર હરપાલસિંહ રાણાને જાણ થઈ હતી કે તેમના ગામના બે પોલીસ કર્મીઓ બેલેટ પેપરમાં વોટ ના આપતા મોઢવાણા ગામે આવી વોટ આપતા ચૂંટણી પંચને અરજી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના તેમજ લખતર કોર્ટમાં અરજી થતા તેની બીજી મતગણતરી મામલતદાર ઓફિસ ખાતે રાખવામાં આવી હતી, તેમાં હરપાલસિંહ રાણાનો એક મતથી વિજય થયો હતો.

સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી

ત્યારે મતગણતરી ખોટી રીતે થતા કિરીટસિંહ રાણા દ્વારા હાઈકોર્ટના નિર્ણયની સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી, તેમાં પણ લખતર કોર્ટનો નિર્ણય મંજૂર રાખતા હરપાલસિંહ રાણાને વિજય જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મોઢવાણા ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 19-12-2020ના રોજ યોજાયેલી હતી, જેમાં મતગણતરી 21-12-2021ના રોજ થયેલી આ મતગણતરીમાં કિરીટસિંહ રાણા અને હરપાલસિંહ ઘનશ્યામસિંહ રાણાને સરખા મત મળતા ચિઠ્ઠી નાખી ચિઠ્ઠીમાં કિરીટસિંહનું નામ નીકળતા તેમને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

હરપાલસિંહ રાણાએ નામદાર લખતર કોર્ટમાં ચૂંટણીને લઈ અરજી કરેલી

ત્યારબાદ હરપાલસિંહને જાણવા મળ્યું હતું કે પોસ્ટર બેલેટ પેપર વાળા બે મતદારે જેવો વડા મુકામે ચૂંટણી ફરજ પર હતા, તે નિયમોને જોગવાઈ મુજબ તેમણે મતદાન મથક આવી મત આપી શકે નહીં. પરંતુ તેઓને મતદાન મથકે આવી મતદાન કરેલું તેથી આ મુદ્દા ઉપર હરપાલસિંહ રાણાએ નામદાર લખતર કોર્ટમાં ચૂંટણીને લઈ અરજી કરેલી અને આ ચૂંટણી અરજીમાં નામદાર કોર્ટે ખાતરી થયેલી કે આ બંને મતદારોએ મતદાન મથકે મત આપેલા છે, તેથી મતદાર શોધી તે નંબર વાળા મતપત્રો રદ કરવાનો અને અને ફેર મત ગણતરીનો હુકમ કર્યો હતો.

ત્યાં હુકમ સામે કિરીટસિંહ રાણાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરેલી તે રીટ અરજીમાં તેઓએ સફળ થયા નહીં, ત્યારબાદ તેઓએ સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાં પણ તેઓની અરજી કાઢી નાખવામાં આવતા 11-03-2024ના રોજ મામલતદાર કચેરી લખતર મુકામે ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મામલતદાર ઓફિસ ખાતે ફરી મત ગણતરી કરતા કિરીટસિંહ રાણા એક મતથી હારી ગયા.