'પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે સવા વર્ષ પહેલાં મુક્ત કરવાનો આદેશ આપ્યો છતાં અમને છોડતા નથી'
Fisherman Pakistani Jail: પાકિસ્તાનની જેલમાં ઘણા લાંબા સમયથી ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યના 181 જેટલા માછીમારો નર્કાગાર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે અને તેઓને સવા વર્ષ પહેલા જ રીલીઝ કરવાનો આદેશ પાકિસ્તાની સુપ્રીમકોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન થતુ નહી હોવાનું જણાવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહેલા સાગરપુત્રોએ પત્રના માધ્યમથી ભારત સરકારને એવી અપીલ કરી છે કે વહેલી તકે તેઓને છોડવામાં આવે તે જરૂરી છે.ભારત માતા કી જય- લખીને પત્રની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભારતીય માછીમારોની પાકિસ્તાન જેલમાં ત્રણ-ચાર વર્ષથી દુર્દશા-શીર્ષક હેઠળ સાગરપુત્રોએ પોતાની પીડા અને સમસ્યાઓને પત્રના માધ્યમથી વર્ણવી છે.જેમાં જણાવાયું છે કે દીવ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુના માછીમારો મળી કુલ 181 માછીમારો રીલીઝ માટે તૈયાર છે. આજથી 21 મહિના પહેલા પાકિસ્તાન સુપ્રીમકોર્ટે સજામાંથી મુકત કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Fisherman Pakistani Jail: પાકિસ્તાનની જેલમાં ઘણા લાંબા સમયથી ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યના 181 જેટલા માછીમારો નર્કાગાર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે અને તેઓને સવા વર્ષ પહેલા જ રીલીઝ કરવાનો આદેશ પાકિસ્તાની સુપ્રીમકોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન થતુ નહી હોવાનું જણાવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહેલા સાગરપુત્રોએ પત્રના માધ્યમથી ભારત સરકારને એવી અપીલ કરી છે કે વહેલી તકે તેઓને છોડવામાં આવે તે જરૂરી છે.
ભારત માતા કી જય- લખીને પત્રની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભારતીય માછીમારોની પાકિસ્તાન જેલમાં ત્રણ-ચાર વર્ષથી દુર્દશા-શીર્ષક હેઠળ સાગરપુત્રોએ પોતાની પીડા અને સમસ્યાઓને પત્રના માધ્યમથી વર્ણવી છે.જેમાં જણાવાયું છે કે દીવ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુના માછીમારો મળી કુલ 181 માછીમારો રીલીઝ માટે તૈયાર છે.
આજથી 21 મહિના પહેલા પાકિસ્તાન સુપ્રીમકોર્ટે સજામાંથી મુકત કર્યા હતા.