ગુજરાતમાં મેઘરાજાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે (28મી જુલાઈ) વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગીહી અનુસાર,આજે રાજ્યના મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: ગુજરાતમાં પણ બ્રિજની હાલત કથળેલી, મચ્છુ નદી પરનો પુલ બેસી જતાં વાહનવ્યહાર બંધ કરી દેવાયું29મી જુલાઈની આગાહીરાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે 29મી જુલાઈએ રાજ્યમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.30મી અને 31મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં મેઘરાજાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Rain Update

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે (28મી જુલાઈ) વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગીહી અનુસાર,આજે રાજ્યના મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં પણ બ્રિજની હાલત કથળેલી, મચ્છુ નદી પરનો પુલ બેસી જતાં વાહનવ્યહાર બંધ કરી દેવાયું


29મી જુલાઈની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે 29મી જુલાઈએ રાજ્યમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

30મી અને 31મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.