ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું મેગા ઓપરેશન, અમદાવાદમાં જ 160 કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Medical Stores In Gujarat: ગુજરાતમાં નશાકારક દવાઓના દૂરપયોગ અને ગેરકાયદે વેચાણ વધ્યું છે. તેને રોકવાના આશયથી બુધવારે (નવમી જુલાઈ) અમદાવાદ, સુરત, વલસાડ સહિતના જુદા જુદા સ્થળોએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંકલનમાં ગુજરાત પોલીસ દ્વારા વિવિધ મડિકલ સ્ટોર્સમાં દરોડા પાડી ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા 724 મેડિકલ સ્ટોર્સમાં સર્ચ અભિયાન હાથ ધરી એક એનડીપીએસના કેસ સહિત કુલ 160 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે તવાઈ
સુરતમાંથી 333 મેડિકલ સ્ટોર્સમાંથી ચેકિંગ દરમિયાન 108 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
What's Your Reaction?






