ગુજરાત કોંગ્રેસને મળશે નવા પ્રદેશ પ્રમુખ? દિગ્ગજ નેતાઓ દિલ્હી રવાના, રાહુલ ગાંધી કરી શકે છે બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Congress: તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વિસાદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ નવા પ્રમુખની નિમણૂંક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતાં વિવિધ સમાજો ખાસકરીને પાટીદાર અને કોળી સમાજમાં નારાજગી જોવા મળી હતી. પાટીદાર અને કોળી સમાજે ગુજરાત કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવા માંગ કરી છે. જેને લઇને રાહુલ ગાંધી આજે કોંગ્રેસના નેતાઓને આજે દિલ્હી બોલાવ્યા છે. દિલ્હીમાં મેગા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક મલ્લિકા ખડગેની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવશે.
What's Your Reaction?






