ગાંધીનગર મેયરની પસંદગીના સસ્પેન્સનો અંત, મીરાબેન પટેલની સર્વાનુમતે વરણી

New Mayor In Gandhinagar: ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાબેન પટેલના નામની જાહેરાત કરાઈ છે. તે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા. પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મેયર મળવામાં સમય લાગ્યો હતો. ​​​​​​​ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરાબેન પટેલની અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 10મી જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી.

ગાંધીનગર મેયરની પસંદગીના સસ્પેન્સનો અંત, મીરાબેન પટેલની સર્વાનુમતે વરણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


New Mayor In Gandhinagar: ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાબેન પટેલના નામની જાહેરાત કરાઈ છે. તે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા. પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મેયર મળવામાં સમય લાગ્યો હતો. 

​​​​​​​ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરાબેન પટેલની અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 10મી જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી.