ગાંધીનગર: માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત, છેલ્લા છ મહિનામાં બીજી ઘટના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મીએ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ સેક્ટર-7ના હેડ કોન્સ્ટેબલના આપઘાત બાદ સર્જાયેલી આ બીજી ઘટનાએ પોલીસ કર્મચારીઓ પર રહેલા અતિશય કાર્યભાર અને માનસિક તણાવના ગંભીર મુદ્દાને ફરી એકવાર ચર્ચાના એરણે લાવી દીધો છે.
પત્ની બહાર ગઈ અને એકલતાનો લાભ લઈ પગલું ભર્યું
મળતી માહિતી અનુસાર, મૂળ મહેસાણાના વતની અને છેલ્લા બે વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળ (LRD) તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય પર્વ ગોસ્વામી ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પત્ની અને એક નાના પુત્ર સાથે રહેતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે તેમના પત્ની કોઈ કામ અર્થે થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા, ત્યારે એકલતાનો લાભ લઈ પર્વએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

