Dahod News: દાહોદ લીમખેડા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત

Aug 4, 2026 - 01:30
Dahod News: દાહોદ લીમખેડા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ-લીમખેડા હાઇવે પર આવેલા વાકોલ બ્રિજ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક પુરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને રિક્ષા વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત થતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રાવેલ્સની ટક્કર વાગતા જ રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રિક્ષાના ચિથરેચિથરા ઊડી ગયા હતા.

એક મુસાફર પણ ગંભીર રીતે ઘાયલ થયો

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ કરૂણ બનાવમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય એક મુસાફર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે




What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0