Banaskantha News: કોઈપણ રાજ્યની સરકાર બદલાય તો હિન્દુત્વ મટી જતું નથી: સાંસદ ગેનીબેન ઠાકોર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે હિન્દુત્વને લઈને એક નિવેદન આપતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.થરાદ તાલુકામાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે
સાંસદ ગેનીબેન ઠાકોરે પાડોશી રાજ્ય રાજસ્થાનનું ઉદાહરણ આપતાં લોકોને ટકોર કરી હતી કે,સરકાર બદલાવાથી ધર્મ કે હિન્દુત્વ બદલાઈ જતું નથી.તેમણે ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે પરંતુ ત્યાંના લોકોનું હિન્દુત્વ કે ધાર્મિક આસ્થા મટી જતી નથી. ગુજરાતના રાજકીય સમીકરણો પર ભાર મુકતાં તેમણે કહ્યું કે,લોકશાહીમાં સત્તાનું પરિવર્તન જરૂરી છે અને ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ.
શાસન બદલાવાથી વિકાસના કાર્યોને વેગ મળે છે
શાસન બદલાવાથી વિકાસના કાર્યોને વેગ મળે છે અને પ્રજાના પ્રશ્નો પ્રધાનતા મેળવે છે.ધર્મના નામે રાજકારણ રમતી પક્ષો સામે પરોક્ષ રીતે નિશાન સાધતા તેમણે લોકોને જાગૃત થવા હાકલ કરી હતી.ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. એક ધાર્મિક મંચ પરથી આપવામાં આવેલા આ રાજકીય અને વિવાદિત નિવેદનને લઈને શાસક પક્ષ અને વિપક્ષ ચર્ચામાં ગયા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

