ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવા કોંગ્રેસની માગ, આંદોલનની ચિમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gambhira Bridge Collapse: વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાના બનાવમાં મૃત્યુ આંક 15 ઉપર પહોંચ્યો છે. ત્યારે આ બ્રિજ પ્રત્યે ગંભીર બેદરકારી રાખનાર બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત તમામ જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માગ કરી છ, અને તે સદર્ભે વડોદરા જિલ્લા પોલીસ વડાને અરજી કરી છે, સાથે જ આ મુદ્દે આગામી સમયમાં આંદોલન કરવાની પણ કોંગ્રેસ દ્વારા ચિમકી આપવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ બ્રિજની દુર્ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન માર્ગ અને મકાન વિભાગમાં ફરજ સંભાળનાર જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે ઊંડાણપૂર્વક તપાસ કરી માનવવધનો ગુનો દાખલ કરવા માંગણી કરી છે. તેમણે કહ્યું છેકે, 'આ મુદ્દે આંદોલનની સાથે સાથે હાઇકોર્ટમાં પણ દાદ માંગવામાં આવશે'.
What's Your Reaction?






