ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ શહેરના સરદાર એસ્ટેટ, વારસિયા, હાથીખાના, છાણી, જૂના પાદરા રોડ, વાડી, વાઘોડિયા રોડ અને મકરપુરા સહિતના વિસ્તારોમાં અણધાર્યું ચેકિંગ હાથ ધર્યું હતું.
આ કામગીરી દરમિયાન મરચાં-હળદર પાવડર, પનીર, દાબેલી, દાલ મખની, કેરીનો રસ, આઇસ્ક્રીમ સહિત કુલ ૪૫ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈ ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા હતા. લેબ રિપોર્ટ મુજબ ૪ સેમ્પલ ફેલ થયા છે, જેમાં ડભોઇ-વાઘોડિયા રોડના વ્રજ ફૂડ્સનું બેસન, હાથીખાનાના શ્રી માધવ ટ્રેડર્સનો હળદર પાવડર, છાણી રોડના ગોકુળ ટ્રેડર્સનું પનીર અને માંજલપુર રોડ સ્થિત રિલાયન્સ રિટેલ લિમિટેડની ચણાદાળનો સમાવેશ થાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

