ખોડીયાર નગર વિસ્તારમાં સોહમ રેસીડેન્સીમાંથી 15.98 લાખના દારૂ સાથે એક ઝડપાયો

image : FreepikLiquor Case Vadodara : વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બાપોદ પોલીસે રેડ કરીને 15.98 લાખનો વિદેશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૂ અને મોબાઈલ મળી 16.3 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં સૌથી વધુ દારૂ અહીંયા જ વેચાઈ ગયો છે. તાજેતરમાં જ એસએમસી વડોદરા શહેર જિલ્લામાં ઉપરાછાપરી રેડ કરીને સપાટો બોલાવ્યો હતો. ત્યારબાદ શહેર પોલીસ જાણે ઊંઘમાંથી જાગી હોય તેમ દારૂનો ધંધો કરતા શખ્સો સામે નામ પૂરતી કાર્યવાહી કરીને માત્ર દેખાડો કરતી હોય છે. મંગળવારના રોજ બપોર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સોહમ રેસીડેન્સી મકાન નંબર એ/304મા રહેતો રોહીત રતનકુમાર લેડવાણીએ પોતાના મકાનમા વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સંગ્રહ કરી ચોરી છુપીથી તેનુ છુટકમાં વેચાણ કરતો હોય છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. મકાનમાંથી મયુર ફરેશભાઇ નેભવાણી (રહે.વિશ્વકમાં નગર વિશ્વકર્મા મંદિરની પાસે માય સાનન સ્કુલની પાસે ખોડીયાર નગર વડોદરા) ઝડપાઈ ગયો હતો. તેને સાથે રાખીને મકાનમાં તપાસ કરતા 15.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ અને અને મોબાઈલ મળી રૂપિયા 16.03 લાખનો મુદ્દામાલ કરજે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય આરોપી અને બુટલેગર રોહીત રતનકુમાર લેડવાણી અને નિસર્ગ અશોકભાઈ ચૌહાણ અને સન્ની નામનો ઇસમ મળી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ખોડીયાર નગર વિસ્તારમાં સોહમ રેસીડેન્સીમાંથી 15.98 લાખના દારૂ સાથે એક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Liquor Case Vadodara : વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બાપોદ પોલીસે રેડ કરીને 15.98 લાખનો વિદેશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૂ અને મોબાઈલ મળી 16.3 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 ગાંધીનગર ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં સૌથી વધુ દારૂ અહીંયા જ વેચાઈ ગયો છે. તાજેતરમાં જ એસએમસી વડોદરા શહેર જિલ્લામાં ઉપરાછાપરી રેડ કરીને સપાટો બોલાવ્યો હતો. ત્યારબાદ શહેર પોલીસ જાણે ઊંઘમાંથી જાગી હોય તેમ દારૂનો ધંધો કરતા શખ્સો સામે નામ પૂરતી કાર્યવાહી કરીને માત્ર દેખાડો કરતી હોય છે. મંગળવારના રોજ બપોર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સોહમ રેસીડેન્સી મકાન નંબર એ/304મા રહેતો રોહીત રતનકુમાર લેડવાણીએ પોતાના મકાનમા વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સંગ્રહ કરી ચોરી છુપીથી તેનુ છુટકમાં વેચાણ કરતો હોય છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. મકાનમાંથી મયુર ફરેશભાઇ નેભવાણી (રહે.વિશ્વકમાં નગર વિશ્વકર્મા મંદિરની પાસે માય સાનન સ્કુલની પાસે ખોડીયાર નગર વડોદરા) ઝડપાઈ ગયો હતો. તેને સાથે રાખીને મકાનમાં તપાસ કરતા 15.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ અને અને મોબાઈલ મળી રૂપિયા 16.03 લાખનો મુદ્દામાલ કરજે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય આરોપી અને બુટલેગર રોહીત રતનકુમાર લેડવાણી અને નિસર્ગ અશોકભાઈ ચૌહાણ અને સન્ની નામનો ઇસમ મળી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.