ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો 'ઘેરહાજર', પતિદેવો મંચ પર બિરાજ્યા

Apr 15, 2026 - 13:00
ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો 'ઘેરહાજર', પતિદેવો મંચ પર બિરાજ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections 2026: ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના ‘વિજય વિશ્વાસ સંમેલન’માં એક વિચિત્ર અને પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. ભાજપે જે મહિલાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ સંમેલનમાં ગેરહાજર રહી હતી અને તેમના બદલે તેમના ‘પતિદેવો’ ભારે ઉત્સાહ સાથે સ્ટેજ ગજવવા આવી પહોંચ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ સાંસદ અને ધારાસભ્યએ જાહેરમાં ‘પતિદેવો’ને આડે હાથ લીધા હતા.

અતિ ઉત્સાહમાં સ્ટેજ ગજવવા પહોંચેલા ‘પતિદેવો’ની જાહેરમાં જ સાંસદ અને ધારાસભ્યએ ટીકા કરીને આડે હાથ લીધા

વેરાવળમાં ભાજપ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા માટે વિજય વિશ્વાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચૂંટણી વ્યૂહરચના ઘડવાનો અને ઉમેદવારોનો પરિચય કરાવવાનો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0