Ahmedabad નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ

Jul 30, 2026 - 09:00
Ahmedabad નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 4.39 વાગ્યે લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે આંચકો આવ્યો હતો. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 માપવામાં આવી છે.

કેન્દ્રબિંદુ અમદાવાદથી માત્ર 29 કિલોમીટર દૂર

હવામાન અને ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી માત્ર 29 કિલોમીટર દૂર નોંધાયું હતું અને આ આંચકો જમીનથી લગભગ 20 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયો હતો.

ભૂકંપની તીવ્રતા ઓછી 

સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનમાલની હાની કે મોટા નુકસાનના અહેવાલ નથી. જોકે વહેલી સવારે ધ્રુજારી કેટલાક લોકોએ અનુભવી હતી. તંત્ર દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું અને ગભરાવાની કોઈ જરૂર નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. 


આ પણ વાંચો  :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0