Kheda: મહુધાના સાપલા ગામમાં ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકીનું મોત, સાપલા ગામમાં આરોગ્ય વિભાગનો સર્વે શરૂ

Jul 30, 2026 - 09:00
Kheda: મહુધાના સાપલા ગામમાં ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકીનું મોત, સાપલા ગામમાં આરોગ્ય વિભાગનો સર્વે શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાંથી અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહુધા તાલુકાના સાપલા ગામે રહેતી 9 વર્ષની એક માસૂમ બાળકી અચાનક ચાંદીપુરા વાયરસના સંક્રમણની ઝપેટમાં આવી ગઈ હતી. બાળકીને તીવ્ર તાવ અને વાયરસ સંબંધિત ગંભીર શારીરિક લક્ષણો જણાતાં પરિવારજનો દ્વારા તેને સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જોકે, સારવાર દરમિયાન બાળકીની તબિયત વધુ લથડતાં અને શારીરિક સ્થિતિ અત્યંત નાજુક બનતાં તેને બે દિવસ અગાઉ વધુ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.

ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાતોની ટીમ દ્વારા બાળકીને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ આ ૯ વર્ષીય બાળ દર્દીનું કરૂણ અવસાન થયું હતું. બાળકીના મોત બાદ વાયરસનું સંક્રમણ કે અન્ય કોઈ સ્વાસ્થ્ય જોખમ ન ઊભું થાય તે હેતુથી આરોગ્ય વિભાગની કડક માર્ગદર્શિકા (SOP) અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરીને બાળકીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન નીપજ્યું મોત

ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીઓની સૂચનાથી મહુધા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ધ્રુમિલ પરીખ સહિતની વિશેષ તબીબી ટીમો તાત્કાલિક સાપલા ગામે દોડી ગઈ હતી. વાયરસ આગળ ન ફેલાય તે માટે સાપલા ગામમાં યુદ્ધના ધોરણે માલથિઓન ડસ્ટિંગ પાવડરનો છંટકાવ, ફોગિંગ અને ઘરે-ઘરે જઈને અન્ય તમામ બાળકોનું ટેમ્પરેચર તથા હેલ્થ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Monsoon 2026 : ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં મેઘતાંડવની ભીતિ, આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0