Botad: ખોટી નંબર પ્લેટનો ગુનો ન નોંધવા 22 હજારની લાંચ લેતો GRD જવાન ઝડપાયો

Oct 3, 2026 - 09:30
Botad: ખોટી નંબર પ્લેટનો ગુનો ન નોંધવા 22 હજારની લાંચ લેતો GRD જવાન ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ પોલીસ બેડામાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વતી વાહનની ખોટી નંબર પ્લેટ મામલે કાયદેસરનો ગુનો નહીં નોંધવા માટે રૂપિયા 22,000ની લાંચ લેતાં ગ્રામ રક્ષક દળ (GRD)ના કર્મચારી કિશનભાઈ મનજીભાઈ ચૌહાણને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ખોટી નંબર પ્લેટ મુદ્દે ₹50 હજારની તોડબાજી

મળતી વિગતો અનુસાર, બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હસ્તકના વિસ્તારમાં એક વાહનચાલકની ખોટી નંબર પ્લેટ અંગેનો મામલો સામે આવ્યો હતો. આ બાબતે અરજદાર સામે પોલીસ ફરિયાદ કે કાયદેસરનો ગુનો ન દાખલ કરવા અને મામલો રફે-દફે કરવા માટે બોટાદ ગ્રામ્ય પોલીસ વતી GRD જવાન કિશન ચૌહાણે શરૂઆતમાં રૂપિયા 50,000ની તોતિંગ લાંચની માંગણી કરી હતી.જોકે, લાંબી રકઝક અને સોદાબાજીના અંતે મામલો રૂપિયા 22,000 આપવા પર નક્કી થયો હતો. અરજદાર લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે આ મામલે ભાવનગર/બોટાદ ACBનો ગુપ્ત સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

લાઠીદડ ગામે ATM પાસે ACBની સચોટ ટ્રેપ

ફરિયાદના આધારે બોટાદ ACB પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. મોલીયા તથા તેમના સ્ટાફે લાંચિયા કર્મીને ઝડપવા માટે સંપૂર્ણ વ્યૂહરચના ગોઠવી હતી. આયોજન મુજબ, લાઠીદડ ગામે આવેલા ક્રિષ્ના મોબાઇલ પાસે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના એટીએમ નજીક લાંચની રકમની લેતી-દેતી નક્કી કરવામાં આવી હતી.જેવો આરોપી GRD કિશન ચૌહાણ નિર્ધારિત સ્થળે પહોંચીને અરજદાર પાસેથી લાંચ પેટે નક્કી થયેલા રૂપિયા 22,000 સ્વીકારવા ગયો, તે જ ક્ષણે છુપાઈને વોચ ગોઠવી રહેલી ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ACBએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ સ્ટેશનના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gir Somnath: સણોસરીમાં કાળજું કંપાવતી ઘટના; દીપડાએ 3 વર્ષના માસૂમને ફાડી ખાધો, માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0