Surendranagarમાં 'ક્લબ 71' જીમનું બ્લેકમેલિંગ કૌભાંડ ઉઘાડું, 2 જીમ સીલ, વીજ કનેક્શન કપાયું, અમીન મુલતાનીની ધરપકડ!

Oct 3, 2026 - 12:00
Surendranagarમાં 'ક્લબ 71' જીમનું બ્લેકમેલિંગ કૌભાંડ ઉઘાડું, 2 જીમ સીલ, વીજ કનેક્શન કપાયું, અમીન મુલતાનીની ધરપકડ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર શહેરમાં જીમની આડમાં યુવતીઓ સાથે આચરવામાં આવતા ગંભીર બ્લેકમેલિંગ ષડયંત્રનો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ટીબી હોસ્પિટલ રોડ અને 80 ફૂટ રોડ પર આવેલા ‘ક્લબ 71’ નામના બે જીમ તેમજ એક ઓફિસ સામે પોલીસે કડક આકરી કાર્યવાહી કરી છે. સ્થાનિક નગરપાલિકા અને PGVCL ની ટીમને સાથે રાખીને પોલીસે બંને જીમ અને ઓફિસને સીલ મારી દીધા છે તેમજ સ્થળ પરનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. આ સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધાર અને જીમ સંચાલક અમીન મુલતાનીની પોલીસે અટકાયત કરી લીધી છે.

યુવતીઓને બ્લેકમેલ કરવાનો આક્ષેપ, ડિજિટલ પુરાવા કબજે

મળતી પ્રાથમિક વિગતો મુજબ, જીમ સંચાલક અમીન મુલતાની સામે આક્ષેપ છે કે તે જીમમાં આવતી યુવતીઓ સાથે સંબંધ કેળવીને તેમની નજીક આવતો હતો અને ત્યારબાદ તેમના અંગત ફોટા તથા વીડિયો બનાવી લેતો હતો. આ ફોટો-વીડિયોના આધારે યુવતીઓને બ્લેકમેલ કરીને વધુ યુવતીઓ સુધી પહોંચવાનું એક મોટું નેટવર્ક કે રેકેટ ચલાવવામાં આવતું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીના વોટ્સએપ ચેટ, પેનડ્રાઈવ અને જીમમાં મુકેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના મહત્ત્વના ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.

ASP, PSI સહિતની ટીમનું ઓપરેશન, 4 લોકોની સઘન પૂછપરછ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને એએસપી (ASP) અને પીએસઆઈ (PSI) સહિતની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે જીમ સંચાલક અમીન મુલતાનીની સત્તાવાર ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત જીમમાં કામ કરતી યુવતીઓ સહિત કુલ 4 જેટલા કર્મચારીઓ અને સાથીઓની પણ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને કેટલી યુવતીઓ ભોગ બની છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : ઇસનપુરમાં વગર વરસાદે મસમોટો ભુવો પડ્યો, તંત્રની બેદરકારી સામે આખો વિસ્તાર રોષે ભરાયો!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0