ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજમહેલ રોડ પર લાલકોર્ટ પાસેના ક્રાંતિવીર સરદાર ભગતસિંહ પ્રતિમાનું સ્ટ્રક્ચર જર્જરીત બનતા કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી વહેલી તકે સ્ટ્રક્ચરના નવીનીકરણ સાથે મેન્ટેનન્સ મામલે બેદરકારી દાખવનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.
શહેરની ઐતિહાસિક અને પૌરાણિક સ્થાવર મિલકતો જેવી કે માંડવી, લહેરીપુરા દરવાજો હોય કે અન્ય ઐતિહાસિક ઇમારતોની કાળજી કે રખેવાળીમાં કૉર્પોરેશન તંત્ર ઉણું ઉતરી રહ્યું હોવાનો ગણગણાટ શહેરીજનોમાં શરૂ થયો છે. તેવામાં લાલ કોર્ટ પાસે ચોકમાં દેશની આઝાદીના લડવૈયા અને ફાંસીના માંચડે ચડેલા ક્રાંતિવીર સરદાર ભગતસિંહના બનેલા સ્ટેચ્યુના સ્ટ્રકચરમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ અંગે કોંગ્રેસના કાઉન્સિલરની મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત હતી કે, તાજેતરમાં પરિપત્ર થકી ઐતિહાસિક સ્મારકોની સાર સંભાળ માટે વિભાગીય વડાઓને જવાબદારી સોંપી હતી. તેમ છતાં ભગતસિંહ ચોકની આવી પરિસ્થિતિ શરમજનક બાબત છે.
What's Your Reaction?






