કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝરોને નોકરીમાં પરત લેવા લેબર કોર્ટનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવેલી અરજી પર લેબર જજ સંજયકુમાર સુમંતપ્રસાદ જાનીની કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કોર્ટે છટણી ગેરકાયદેસર જાહેર કરી અરજદારોને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો છે.
અરજદારો નકુલ જીતુસિંહ મકવાણા , રાહુલ ઈશ્વરભાઈ ભરૂચી, ઉજ્જ્વલભાઈ જેંતીલાલ પટેલ અને ભાવેશ બાબુભાઈ પટેલ તરફથી રજૂઆત થઈ હતી કે, તેઓ યોગ્યતા આધારિત ઇન્ટરવ્યૂ પાસ કરી સફાઈ નિરીક્ષક તરીકે જોડાયા હતા. કાયમી ગણવાને લાયક હોવા છતાં અચાનક છટણી કરવામાં આવી હોવાને તેઓએ ગેરન્યાયી અને કિન્નાખોરીભર્યું પગલું ગણાવ્યું હતું. મ્યુ. કમિશનર, ડે. કમિશનર અને કા. ઈજનેર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) તરફથી રજૂઆત થઈ હતી કે, અરજદારોની નિમણૂક ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ પર બે વર્ષ માટે કરવામાં આવી હતી.
What's Your Reaction?






