કોંગ્રેસમાં વિખવાદ વચ્ચે ઉમેદવાર જાહેર, નારાજ જીગ્નેશ મેવાણીની પહેલી પસંદ રહેનારા રમેશ ચાવડાને કડી બેઠક પર આપી ટિકિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kadi Constituency By Election: કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજનાર પેટાચૂંટણી માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) દ્વારા આજે(1 જૂન) કડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ ચાવડાને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. રમેશ ચાવડા વર્ષ 2012 થી 2017 સુધી કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમણે જાહેર લીડર હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની પણ પ્રથમ પસંદ રહેનાર રમેશ ચાવડાને કોંગ્રેસ દ્વારા કડી બેઠક માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. રમેશ ચાવડા હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે.
What's Your Reaction?






