આવકવેરા દરોડા : શંકાસ્પદ વ્યવહારો પર નજર 'કેન્દ્રીત', એકથી વધુ વ્યવહાર કરનાર પેઢીમાં 'સર્ચ' !

- સતત બીજા દિવસે શહેર-જિલ્લામાં આવકવેરા વિભાગની સઘન તપાસ યથાવત- દરોડામાં મળેલા દસ્તાવેજ, સાહિત્ય, ડિજિટલ સામગ્રીની અલગથી તલસ્પર્શી તપાસ શરૂ કરાઇ હોવાની ચર્ચા : ઉંડાણપૂર્વકની તપાસ થશે તો નવા રહસ્ય સ્ફોટ થવાની શક્યતાભાવનગર : આવકવેરા વિભાગે ૫૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના મસમોટા કાફલા સાથે ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વ્યવસાયે નામી બિલ્ડર્સ સહિત શહેરની નામાંકિત બિલ્ડર્સ પેઢી, ફાયનાન્સરો તથા સિહોરના તમાકુના ઉત્પાદક સહિતની ૧૧ પેઢીના ધંધા-વ્યવસાય અને રહેઠાણ પર ગત મંગળવારના રોજ પાડેલા દરોડા અને ચર્ચની કામગીરી આજે સતત બીજા દિવસે પણ યથાવત રહી હતી. જો કે, પ્રથમ દિવસની તપાસમાં વિવિધ પેઢીમાંથી મળેલા શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોના પગલે આજે બીજા દિવસે આઇટીના અધિકારીઓએ શંકાસ્પદ વ્યવહાર કરનાર વ્યક્તિઓ અને પેઢીમાં સર્ચ આદર્યું હોવાનું જાણવા મળેલ છે.આ તપાસ હજુ બે દિવસ લંબાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

આવકવેરા દરોડા : શંકાસ્પદ વ્યવહારો પર નજર 'કેન્દ્રીત', એકથી વધુ વ્યવહાર કરનાર પેઢીમાં 'સર્ચ' !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સતત બીજા દિવસે શહેર-જિલ્લામાં આવકવેરા વિભાગની સઘન તપાસ યથાવત

- દરોડામાં મળેલા દસ્તાવેજ, સાહિત્ય, ડિજિટલ સામગ્રીની અલગથી તલસ્પર્શી તપાસ શરૂ કરાઇ હોવાની ચર્ચા : ઉંડાણપૂર્વકની તપાસ થશે તો નવા રહસ્ય સ્ફોટ થવાની શક્યતા

ભાવનગર : આવકવેરા વિભાગે ૫૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના મસમોટા કાફલા સાથે ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વ્યવસાયે નામી બિલ્ડર્સ સહિત શહેરની નામાંકિત બિલ્ડર્સ પેઢી, ફાયનાન્સરો તથા સિહોરના તમાકુના ઉત્પાદક સહિતની ૧૧ પેઢીના ધંધા-વ્યવસાય અને રહેઠાણ પર ગત મંગળવારના રોજ પાડેલા દરોડા અને ચર્ચની કામગીરી આજે સતત બીજા દિવસે પણ યથાવત રહી હતી. જો કે, પ્રથમ દિવસની તપાસમાં વિવિધ પેઢીમાંથી મળેલા શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોના પગલે આજે બીજા દિવસે આઇટીના અધિકારીઓએ શંકાસ્પદ વ્યવહાર કરનાર વ્યક્તિઓ અને પેઢીમાં સર્ચ આદર્યું હોવાનું જાણવા મળેલ છે.

આ તપાસ હજુ બે દિવસ લંબાય તેવી શક્યતા સેવાઇ રહી છે.