આરોપી વિદેશ પ્રવાસે જઈ શકે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસ પાસે નથી: ગુજરાત HCની ટિપ્પણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Passport authority: ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ રિન્યુઅલ કેસની સુનાવણી દરમિયાન મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું કે આરોપીને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે કે કેમ, એ નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસ પાસે નહિ, પરતું સંપૂર્ણપણે ટ્રાલય કોર્ટ પાસે હોય છે. કોર્ટે પાસપોર્ટ ઓફિસને આરોપી જુનેદ મોદનનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ નિરલ મહેતાએ આપેલા આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો અરજદાર (આરોપી) વિદેશ પ્રવાસ જવા માટે જવા માંગતા હોય તો તેના માટે તેમણે ટ્રાયલ કોર્ટ સમક્ષ આ માગ કરતી અરજી દાખલ કરવી પડશે. કોર્ટે કહ્યું કે, 'જો અરજદાર દ્વારા પાસપોર્ટ રિન્યુ કરવા માટે પાસપોર્ટ ઓફિસમાં કોઈ અરજી દાખલ કરી હોય, તો અરજીનો નિકાલ 4 સપ્તાહના સમયગાળા સુધીમાં લાવવામાં આવે.'
What's Your Reaction?






