આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે બિલ્ડર પર હુમલો કરી ધમકી

Image: FreepikVadodara: આયુર્વેદિક કોલેજ પાસે બિલ્ડર સાથે ઝઘડો કરી લોખંડની સ્ટીકથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આયુર્વેેદિક કોલેજ  પાસે ઉદ્યોગ નગર સોસાયટીમાં રહેતા બિલ્ડર અભિષેક હરિશંકરભાઇ તિવારીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૮ મી એ રાતે પોણા દશ વાગ્યે હું જમીને મારા બૂલેટ લઇને આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે પાન  પડીકી ખાવા માટે ગયો હતો. હું તિલક  એવન્યુ આયુર્વેદિક કોલેજ પાસે  પહોંચ્યો ત્યારે મેમણ કોલોનીમાં રહેતો આવેશ ઉર્ફે સન્ની અમીનભાઇ મેમણે મને કોલ કરીને કહ્યું કે, તું ક્યાં છે ? મારે તારૃં કામ છે. તું ૧૦ મિનિટમાં મેલડી માતાના મંદિર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવ. જેથી, હું ત્યાં ગયો ત્યારે સન્ની મેમણ લોખંડની સ્ટીક લઇને મારી નજીક ધસી આવી કહેવા લાગ્યો હતો કે, તારી દાદાગીરી વધી ગઇ છે. તેણે મારી સાથે ઝઘડો કરી સ્ટીક મારા પગના ઘુંટણ પર મારી દીધી હતી. તેણે મને ધમકી આપી હતી કે, તને જીવતો નહીં છોડું. તે સમયે હું  ગભરાઇ ગયો હોવાથી ફરિયાદ આપી નહતી.  પાણીગેટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે બિલ્ડર પર હુમલો કરી ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image: Freepik

Vadodara: આયુર્વેદિક કોલેજ પાસે બિલ્ડર સાથે ઝઘડો કરી લોખંડની સ્ટીકથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આયુર્વેેદિક કોલેજ  પાસે ઉદ્યોગ નગર સોસાયટીમાં રહેતા બિલ્ડર અભિષેક હરિશંકરભાઇ તિવારીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૮ મી એ રાતે પોણા દશ વાગ્યે હું જમીને મારા બૂલેટ લઇને આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે પાન  પડીકી ખાવા માટે ગયો હતો. હું તિલક  એવન્યુ આયુર્વેદિક કોલેજ પાસે  પહોંચ્યો ત્યારે મેમણ કોલોનીમાં રહેતો આવેશ ઉર્ફે સન્ની અમીનભાઇ મેમણે મને કોલ કરીને કહ્યું કે, તું ક્યાં છે ? મારે તારૃં કામ છે. તું ૧૦ મિનિટમાં મેલડી માતાના મંદિર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવ. જેથી, હું ત્યાં ગયો ત્યારે સન્ની મેમણ લોખંડની સ્ટીક લઇને મારી નજીક ધસી આવી કહેવા લાગ્યો હતો કે, તારી દાદાગીરી વધી ગઇ છે. તેણે મારી સાથે ઝઘડો કરી સ્ટીક મારા પગના ઘુંટણ પર મારી દીધી હતી. તેણે મને ધમકી આપી હતી કે, તને જીવતો નહીં છોડું. તે સમયે હું  ગભરાઇ ગયો હોવાથી ફરિયાદ આપી નહતી.  પાણીગેટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.