આન્સર- કી જાહેર થતા 'સેટિંગ'નો સળવળાટ, GTUમાં નવો કાંડ

આરોગ્ય વિભાગની વર્ગ-3ની 1,903 સ્ટાફ નર્સની ભરતી માટે રવિવારે લેવાયેલી પરીક્ષાના બીજા દિવસે 'સેટિંગ' નામે શંકાસ્પદ વાઈરસ પકડાયો છે. વિભાગની આ સીધી ભરતી માટે આરોગ્ય કમિશનરેટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- GTUને પરીક્ષાનું કામ સોંપ્યુ હતુ. GTUએ સોમવારે જાહેર કરેલા ચાર અલગ અલગ પ્રકારના પેપરના જવાબ અર્થાત આન્સર- કીમા ક્રમબધ્ધ 100 પ્રશ્નોના સાચા જવાબ ABCD એ પ્રકારે જાહેર થતા આ આખીય ભરતી પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે.GTU દ્વારા અગાઉ લેવાયેલી મહેસૂલી તલાટીથી લઈને અનેક સરકારી ભરતી પરીક્ષા કૌભાંડને ભેટ ચઢી ચૂકી છે. એમ છતાંયે ગૌણ સેવા પસંદગી મંડળને બદલે સરકારના અનેક વિભાગો વર્ગ-3ની જગ્યાઓ માટે GTUની જ પસંદગી કરી રહ્યા છે. આરોગ્ય વિભાગે ગતવર્ષે 1,903 સ્ટાફ નર્સની ભરતી જાહેર કરી હતી. જેના માટે રવિવારના રોજ ભરતીકાંડો માટે પ્રખ્યાત થઈ ચૂકેલા વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, રાજકોટ જેવા શહેરોના 99 કેન્દ્રો ઉપર 100 માર્ક્સના બે પ્રશ્નપત્રોની સાથે પરીક્ષા યોજાઈ હતી. જ્યાં 53,628 ઉમેદવારોમાંથી 87 ટકાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી. સોમવારે GTUએ ચાર અલગ અલગ સેટના પ્રશ્નપત્રોની આન્સર- કીની જાહેર કરતા એ તમામ આન્સર-કીમાં ક્રમબધ્ધ રીતે 1થી 100 સુધીના પ્રશ્નોમાં એક જ પ્રકારે સાચા જવાબો A,B,C,D તરીકે સૂચવાયા છે ! સામાન્યતઃ પ્રશ્નપત્રો બદલાય તેમ સાચવા જવાબો અર્થાત વિકલ્પનો ક્રમ સાવ આવી રીતે ક્રમબધ્ધ હોતો નથી. હોઈ શકે પણ નહી. આવી ક્રમબધ્ધ ગોઠવણને કૌભાંડ કે સેટિંગનો ખેલ કહેતા એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ એક્સ ઉપર ટ્વિટ કરીને ''આ સંયોગ કે પછી પ્રયોગ'' લખીને પહેલી નજરમાં જ બધુ ઉડીને આંખે વળગે તેવી હોવાનો આક્ષેપ કર્યો છે. અલબત્ત આ આક્ષેપ અને દેખીતી રીતે જ સાચા જવાબો માટેની ચાર આન્સર-કીમાં સુચવાયેલો ક્રમ શંકાસ્પદ હોવા છતાંયે આરોગ્ય કમિશનરેટ કે પછી GTU તરફથી કોઈ જ બચાવ થયો નથી ! એથી, આ ભરતીમાં પણ કૌભાંડ થયાની શક્યતા નકારી શકાય તેમ નથી. કોના લાભાર્થે આવું સેટિંગ ?, ઉમેદવારોના નામ જાહેર કરો આન્સર-કી જાહેર થતા જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો, યુવાનો સોશિયલ મીડિયામાં આરોગ્ય વિભાગ, કમિશનરેટ અને સરકાર પર તૂટી પડયા છે. તેમનુ કહેવુ છે કે, આવુ સેટિંગ ચોક્કસ ઉમેદવારો માટે થયુ હોઈ શકે છે. જો બધુ જ પારદર્શક કે પછી સંયોગ સ્વરૂપ હોય તો સરકારે તત્કાળ પેપર ચકાસણી કરીને એક એક ઉમેદવારોના નામો સરનામા સાથે જાહેર કરવા જોઈએ. જેથી દૂધનું દૂધ પાણીનું પાણી થાય. સારું થયું કે GPSCએ અગ્રસચિવની દરખાસ્તને પાછી મોકલી, નહિતર... આરોગ્ય અગ્રસચિવે ગતવર્ષે તબીબો, વ્યાખ્યતા સહિતના ક્લાસ વન-ટુ ઓફિસર્સની ભરતી સ્વમેળે અર્થાત વિભાગ મારફતે સીધી ભરતી થકી કરવા ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC પાસે મુક્તિ માંગી હતી. સામાન્ય વહીવટ વિભાગ- GAD મારફતે GPSCને મોકલેલી દરખાસ્તમાં ત્રણ હજાર જગ્યા ભરવાનો અધિકાર વિભાગને પરત સોંપવા માંગણી થઈ હતી. જો કે, GPSCએ આ દરખાસ્ત ના-મંજૂર કરી પાછી મોકલી છે. અને ત્રણેક હજાર જગ્યાઓ ભરવા 30 જાહેરાતો પ્રસિધ્ધ કરી છે. જો ક્લાસ વન- ટુ માટેની ભરતી પણ સીધી અર્થાત અન્ય એજન્સી મારફતે થાત તો ત્યાં પણ આવા જ સેટિંગની શક્યતાને નકારી શકાય એમ નથી.

આન્સર- કી જાહેર થતા 'સેટિંગ'નો સળવળાટ, GTUમાં નવો કાંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આરોગ્ય વિભાગની વર્ગ-3ની 1,903 સ્ટાફ નર્સની ભરતી માટે રવિવારે લેવાયેલી પરીક્ષાના બીજા દિવસે 'સેટિંગ' નામે શંકાસ્પદ વાઈરસ પકડાયો છે.

વિભાગની આ સીધી ભરતી માટે આરોગ્ય કમિશનરેટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- GTUને પરીક્ષાનું કામ સોંપ્યુ હતુ. GTUએ સોમવારે જાહેર કરેલા ચાર અલગ અલગ પ્રકારના પેપરના જવાબ અર્થાત આન્સર- કીમા ક્રમબધ્ધ 100 પ્રશ્નોના સાચા જવાબ ABCD એ પ્રકારે જાહેર થતા આ આખીય ભરતી પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે.

GTU દ્વારા અગાઉ લેવાયેલી મહેસૂલી તલાટીથી લઈને અનેક સરકારી ભરતી પરીક્ષા કૌભાંડને ભેટ ચઢી ચૂકી છે. એમ છતાંયે ગૌણ સેવા પસંદગી મંડળને બદલે સરકારના અનેક વિભાગો વર્ગ-3ની જગ્યાઓ માટે GTUની જ પસંદગી કરી રહ્યા છે. આરોગ્ય વિભાગે ગતવર્ષે 1,903 સ્ટાફ નર્સની ભરતી જાહેર કરી હતી. જેના માટે રવિવારના રોજ ભરતીકાંડો માટે પ્રખ્યાત થઈ ચૂકેલા વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, રાજકોટ જેવા શહેરોના 99 કેન્દ્રો ઉપર 100 માર્ક્સના બે પ્રશ્નપત્રોની સાથે પરીક્ષા યોજાઈ હતી. જ્યાં 53,628 ઉમેદવારોમાંથી 87 ટકાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી. સોમવારે GTUએ ચાર અલગ અલગ સેટના પ્રશ્નપત્રોની આન્સર- કીની જાહેર કરતા એ તમામ આન્સર-કીમાં ક્રમબધ્ધ રીતે 1થી 100 સુધીના પ્રશ્નોમાં એક જ પ્રકારે સાચા જવાબો A,B,C,D તરીકે સૂચવાયા છે ! સામાન્યતઃ પ્રશ્નપત્રો બદલાય તેમ સાચવા જવાબો અર્થાત વિકલ્પનો ક્રમ સાવ આવી રીતે ક્રમબધ્ધ હોતો નથી. હોઈ શકે પણ નહી. આવી ક્રમબધ્ધ ગોઠવણને કૌભાંડ કે સેટિંગનો ખેલ કહેતા એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ એક્સ ઉપર ટ્વિટ કરીને ''આ સંયોગ કે પછી પ્રયોગ'' લખીને પહેલી નજરમાં જ બધુ ઉડીને આંખે વળગે તેવી હોવાનો આક્ષેપ કર્યો છે. અલબત્ત આ આક્ષેપ અને દેખીતી રીતે જ સાચા જવાબો માટેની ચાર આન્સર-કીમાં સુચવાયેલો ક્રમ શંકાસ્પદ હોવા છતાંયે આરોગ્ય કમિશનરેટ કે પછી GTU તરફથી કોઈ જ બચાવ થયો નથી ! એથી, આ ભરતીમાં પણ કૌભાંડ થયાની શક્યતા નકારી શકાય તેમ નથી.

કોના લાભાર્થે આવું સેટિંગ ?, ઉમેદવારોના નામ જાહેર કરો

આન્સર-કી જાહેર થતા જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો, યુવાનો સોશિયલ મીડિયામાં આરોગ્ય વિભાગ, કમિશનરેટ અને સરકાર પર તૂટી પડયા છે. તેમનુ કહેવુ છે કે, આવુ સેટિંગ ચોક્કસ ઉમેદવારો માટે થયુ હોઈ શકે છે. જો બધુ જ પારદર્શક કે પછી સંયોગ સ્વરૂપ હોય તો સરકારે તત્કાળ પેપર ચકાસણી કરીને એક એક ઉમેદવારોના નામો સરનામા સાથે જાહેર કરવા જોઈએ. જેથી દૂધનું દૂધ પાણીનું પાણી થાય.

સારું થયું કે GPSCએ અગ્રસચિવની દરખાસ્તને પાછી મોકલી, નહિતર...

આરોગ્ય અગ્રસચિવે ગતવર્ષે તબીબો, વ્યાખ્યતા સહિતના ક્લાસ વન-ટુ ઓફિસર્સની ભરતી સ્વમેળે અર્થાત વિભાગ મારફતે સીધી ભરતી થકી કરવા ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC પાસે મુક્તિ માંગી હતી. સામાન્ય વહીવટ વિભાગ- GAD મારફતે GPSCને મોકલેલી દરખાસ્તમાં ત્રણ હજાર જગ્યા ભરવાનો અધિકાર વિભાગને પરત સોંપવા માંગણી થઈ હતી. જો કે, GPSCએ આ દરખાસ્ત ના-મંજૂર કરી પાછી મોકલી છે. અને ત્રણેક હજાર જગ્યાઓ ભરવા 30 જાહેરાતો પ્રસિધ્ધ કરી છે. જો ક્લાસ વન- ટુ માટેની ભરતી પણ સીધી અર્થાત અન્ય એજન્સી મારફતે થાત તો ત્યાં પણ આવા જ સેટિંગની શક્યતાને નકારી શકાય એમ નથી.