આજે કરમસદ બંધનું એલાન, આણંદ મહાનગરપાલિકામાં સામેલ કરવાનો વિરોધ, આંદોલનની ચીમકી

Protest in Karamsad : આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવાના વિરોધ માટે રવિવારે કરમસદના ગ્રામજનોએ ગામેરું યોજ્યું હતું. જેમાં તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માંગણી કરી હતી. આજે (સોમવારે) કરમસદ બંધનું એલાન પણ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય પણ લેવાયો છે.કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ - ગુજરાત દ્વારા રવિવારે સવારે 10 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને બચાવવા માટે ગ્રામજનોએ પક્ષ અને નાત-જાતનો ભેદ મીટાવી કરમસદની સ્વતંત્ર્યતા માટે એકસૂત્રમાં જોડાઇ ગામેરૂ યોજી આંદોલનનો આરંભ કર્યો હતો.

આજે કરમસદ બંધનું એલાન, આણંદ મહાનગરપાલિકામાં સામેલ કરવાનો વિરોધ, આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Protest in Karamsad : આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવાના વિરોધ માટે રવિવારે કરમસદના ગ્રામજનોએ ગામેરું યોજ્યું હતું. જેમાં તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માંગણી કરી હતી. આજે (સોમવારે) કરમસદ બંધનું એલાન પણ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ - ગુજરાત દ્વારા રવિવારે સવારે 10 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને બચાવવા માટે ગ્રામજનોએ પક્ષ અને નાત-જાતનો ભેદ મીટાવી કરમસદની સ્વતંત્ર્યતા માટે એકસૂત્રમાં જોડાઇ ગામેરૂ યોજી આંદોલનનો આરંભ કર્યો હતો.