અસલાલીમાં શટલ રિક્ષામાં બેઠેલા શખ્સોએ આધેડને તલવાર, છરી બતાવી લૂંટી લીધો

અમદાવાદ,મંગળવારઅસલાલીમાં શટલ રિક્ષા ચાલક સહિતના શખ્સોએ આધેડને છરી તલવાર બતાવીને ડરાવીને લૂંટી લીધો હતો. રિક્ષા ચાલકે મધરાતે રિક્ષા અવાવરૃ જગ્યાએ લઇ જઇને ત્રણેય શખ્સોએ યુવકને તલવાર અને છરી બતાવી મોબાઇલ અને રોકડ સહિત કુલ ૨૧૦૦ રૃપિયા લૂંટી લીધા હતા. જો કે આધેડ રિક્ષામાંથી કૂદીને ભાગવા ગયો પરંતુ પડી જતાં તેને તલવાર બતાવીને લૂંટયો હતો. આ બનાવ અંગે અસલાલી પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપા હાથ ધરી છે.છરી બતાવીને  ચૂપચાપ જો હૈ વો નિકોલ દે વરના અચ્છા નહી હોગા, કહેતા આધેડ કૂદીને ભાગ્યો, નીચે પડતા મોબાઇલ રોકડ સહિત રૃા. ૨,૧૦૦ લૂંટી લીધાઅસલાલીમાં રહેતા અને ડ્રાઇવિંગ તથા ટ્રક ડ્રાઇવરોને ગાઇડ તરીકે વ્યવસાય કરતા નરેન્દ્રભાઇ ગોસાઇ (ઉ.વ.૫૨)એ અસલાલી પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે રાત્રે તેઓ ટ્રાન્સપોર્ટની ઓફિસ હતા ત્યારે મદ્રાસ ખાતેથી નારિયેળ ભરેલ ગાડી આવી હતી. તેને માધુપુરા લઇ જવાની હોવાથી તેઓ ડ્રાઇવર સાથે ત્યાં ગયા હતા. જે બાદ આધેડ રિક્ષામાં બેસીને નારોલ સર્કલ પાસે આવ્યા હતા. અને રિક્ષાની રાહ જોતા હતા તે સમયે એક રિક્ષાચાલક ત્યાં આવ્યો હતો. જેથી ફરિયાદી રિક્ષામાં બેઠા હતા. અને તે રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેસેલ હતા. ત્યારબાદ રિક્ષા ચાલક અસલાલી સર્કલથી કમોડ તરફ રિક્ષા લઇ જતા આધેડને કહ્યુ કે મારે જેતલપુર ઉતરવાનું છે કહેતા રિક્ષા ચાલકે આગળ થોડુ કામ છે પતાવીને તમને જેતલપુર લઇ જઇએ તેમ જણાવ્યું હતું ત્યારબાદ રિક્ષા ચાલકે અવાવરૃ સ્થળે રિક્ષા ઉભી રાખીને ત્રણેય શખ્સોએ તલવાર અને છરી બતાવીને મોબાઇલ અને રોકડ રૃા. ૧૧૦૦ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે અસલાલી પોલીસે લૂંટનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અસલાલીમાં શટલ રિક્ષામાં બેઠેલા શખ્સોએ આધેડને તલવાર, છરી બતાવી લૂંટી લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર

અસલાલીમાં શટલ રિક્ષા ચાલક સહિતના શખ્સોએ આધેડને છરી તલવાર બતાવીને ડરાવીને લૂંટી લીધો હતો. રિક્ષા ચાલકે મધરાતે રિક્ષા અવાવરૃ જગ્યાએ લઇ જઇને ત્રણેય શખ્સોએ યુવકને તલવાર અને છરી બતાવી મોબાઇલ અને રોકડ સહિત કુલ ૨૧૦૦ રૃપિયા લૂંટી લીધા હતા. જો કે આધેડ રિક્ષામાંથી કૂદીને ભાગવા ગયો પરંતુ પડી જતાં તેને તલવાર બતાવીને લૂંટયો હતો. આ બનાવ અંગે અસલાલી પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપા હાથ ધરી છે.

છરી બતાવીને  ચૂપચાપ જો હૈ વો નિકોલ દે વરના અચ્છા નહી હોગા, કહેતા આધેડ કૂદીને ભાગ્યો, નીચે પડતા મોબાઇલ રોકડ સહિત રૃા. ૨,૧૦૦ લૂંટી લીધા

અસલાલીમાં રહેતા અને ડ્રાઇવિંગ તથા ટ્રક ડ્રાઇવરોને ગાઇડ તરીકે વ્યવસાય કરતા નરેન્દ્રભાઇ ગોસાઇ (ઉ.વ.૫૨)એ અસલાલી પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે રાત્રે તેઓ ટ્રાન્સપોર્ટની ઓફિસ હતા ત્યારે મદ્રાસ ખાતેથી નારિયેળ ભરેલ ગાડી આવી હતી. તેને માધુપુરા લઇ જવાની હોવાથી તેઓ ડ્રાઇવર સાથે ત્યાં ગયા હતા. જે બાદ આધેડ રિક્ષામાં બેસીને નારોલ સર્કલ પાસે આવ્યા હતા. અને રિક્ષાની રાહ જોતા હતા તે સમયે એક રિક્ષાચાલક ત્યાં આવ્યો હતો.

 જેથી ફરિયાદી રિક્ષામાં બેઠા હતા. અને તે રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેસેલ હતા. ત્યારબાદ રિક્ષા ચાલક અસલાલી સર્કલથી કમોડ તરફ રિક્ષા લઇ જતા આધેડને કહ્યુ કે મારે જેતલપુર ઉતરવાનું છે કહેતા રિક્ષા ચાલકે આગળ થોડુ કામ છે પતાવીને તમને જેતલપુર લઇ જઇએ તેમ જણાવ્યું હતું ત્યારબાદ રિક્ષા ચાલકે અવાવરૃ સ્થળે રિક્ષા ઉભી રાખીને ત્રણેય શખ્સોએ તલવાર અને છરી બતાવીને મોબાઇલ અને રોકડ રૃા. ૧૧૦૦ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે અસલાલી પોલીસે લૂંટનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.