અમદાવાદમાં શાહરૂખ ખાનને ડીહાઇડ્રેશન થતાં હોસ્પિટલમાં દાખલ, પત્ની ગૌરી ખાન પણ પહોંચી

Shahrukh Khan In Ahmedabad Hospital: ગુજરાતભરમાં ભયંકર ગરમી પડી રહી છે. અમદાવાદમાં બપોરના સમયે 45 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આ વચ્ચે આજે(22 મે) ગરમીનાં કારણે KKR ટીમના માલિક અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. શાહરૂખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં આજે બપોરે 1 વાગ્યે શહેરની KD હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હજુ સુધી હોસ્પિટલથી રજા નથી મળી. કેટલીક મોટી હસ્તીઓ તેમની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચી છે. જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. ગઈકાલે પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે શાહરૂખ ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતો. આમ, બે દિવસથી શાહરૂખ ખાન અમદાવાદમાં જ છે. ગઈકાલે મેચ બાદ પણ શાહરૂખ ખાન સ્ટેડિયમ પર લાંબ સમય સુધી રહ્યો હતો અને ફેન્સનો આભાર માન્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે તેઓ પોતાની ટીમ સાથે અમદાવાદની હોટલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ આજે તેમની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે હોસ્પિટલ તરફથી સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી.ગૌરી ખાન અને જૂહી ચાવલા પણ પહોંચી હોસ્પિટલશાહરૂખ ખાનની તબિયત જાણવા માટે હસ્તીઓની લાઈન લાગી છે. આ વચ્ચે પત્ની ગૌરી ખાન અને બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા પોતાના પતી જય મહેતા સાથે ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે  KKR અને SRH વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અમદાવાદ આવ્યા હતા. શાહરૂખ ખાન મેચ બાદ અમદાવાદમાં હતાઆ વર્ષની ગરમીથી સૌકોઈ હેરાન પરેશાન છે. તેવામાં એક્ટર પણ ન બચી શક્યા. તેમને લૂ લાગી ગઈ. શાહરૂખ ખાન ક્વોલિફાયર 1માં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, જેને જોવા માટે સુહાના ખાન, અબરામ ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર પહોંચ્યા હતા.

અમદાવાદમાં શાહરૂખ ખાનને ડીહાઇડ્રેશન થતાં હોસ્પિટલમાં દાખલ, પત્ની ગૌરી ખાન પણ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Shahrukh Khan In Ahmedabad Hospital: ગુજરાતભરમાં ભયંકર ગરમી પડી રહી છે. અમદાવાદમાં બપોરના સમયે 45 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આ વચ્ચે આજે(22 મે) ગરમીનાં કારણે KKR ટીમના માલિક અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. શાહરૂખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં આજે બપોરે 1 વાગ્યે શહેરની KD હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હજુ સુધી હોસ્પિટલથી રજા નથી મળી. કેટલીક મોટી હસ્તીઓ તેમની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચી છે. જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. ગઈકાલે પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે શાહરૂખ ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતો. આમ, બે દિવસથી શાહરૂખ ખાન અમદાવાદમાં જ છે. ગઈકાલે મેચ બાદ પણ શાહરૂખ ખાન સ્ટેડિયમ પર લાંબ સમય સુધી રહ્યો હતો અને ફેન્સનો આભાર માન્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે તેઓ પોતાની ટીમ સાથે અમદાવાદની હોટલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ આજે તેમની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે હોસ્પિટલ તરફથી સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી.

ગૌરી ખાન અને જૂહી ચાવલા પણ પહોંચી હોસ્પિટલ

શાહરૂખ ખાનની તબિયત જાણવા માટે હસ્તીઓની લાઈન લાગી છે. આ વચ્ચે પત્ની ગૌરી ખાન અને બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા પોતાના પતી જય મહેતા સાથે ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે  KKR અને SRH વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અમદાવાદ આવ્યા હતા.

શાહરૂખ ખાન મેચ બાદ અમદાવાદમાં હતા

આ વર્ષની ગરમીથી સૌકોઈ હેરાન પરેશાન છે. તેવામાં એક્ટર પણ ન બચી શક્યા. તેમને લૂ લાગી ગઈ. શાહરૂખ ખાન ક્વોલિફાયર 1માં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, જેને જોવા માટે સુહાના ખાન, અબરામ ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર પહોંચ્યા હતા.