અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bavla Flood Crisis: અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ ખાબકતાં બાવળા જળમગ્ન બન્યું હતું. બાવળામાં 5થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બાવળામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ તંત્ર મોડું મોડું જાગ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાથી સમસ્યાના કાયમી ઉકેલ માટે કમર કસવામાં આવી છે. ગાંધીનગર સીએમ કાર્યાલયની સૂચનાથી 3 મામલતદાર, 2 ચીફ ઑફિસર અને 2 એન્જિનિયરને વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે બાવળા અને આસપાસના ગામડાઓમાં પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
What's Your Reaction?






