અમદાવાદ: 'ફ્રી' પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Martino'z Pizza Outlet Seal : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ વિભાગે ગઈકાલે (5 ઓક્ટોબર) લોન્ચ થયેલા પિઝા આઉટલેટ સામે આજે (6 ઓક્ટોબર) તાત્કાલિક અને સખત કાર્યવાહી કરી છે. પ્રહલાદનગર વિસ્તારમાં 'મફત પિઝા' આપવાની સ્કીમ આ દુકાનદારને ભારે પડી છે, કારણ કે જાહેર રસ્તા પર ગંદકી ફેલાવવા બદલ આઉટલેટને માત્ર 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવ્યું છે.
લોન્ચિંગનો ઉત્સાહ ગંદકીમાં ફેરવાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રહલાદનગરમાં Martino’z Pizzaની નવી બ્રાન્ચે લોન્ચિંગના ભાગરૂપે લોકોને 1500 ફ્રી પિઝા આપવાની જાહેરાત કરી હતી. મફત પિઝા મેળવવા મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા, પરંતુ પિઝા વિતરણ પૂર્ણ થયા બાદ દુકાનના માલિકે જાહેર માર્ગ પર ફેલાયેલો કચરો અને ગંદકી સાફ કરવાની તસ્દી લીધી નહોતી.
What's Your Reaction?






