અમદાવાદ ગ્રામ્યમાં બોર્ડ પરીક્ષાના CCTVમાં 21 ગેરરીતિના કેસ નોંધાયા

ધો.10-12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ હતીશહેર વિસ્તારમાં પણ 21 કેસ નોંધાયા હતા, હિયરિંગ બાદ બોર્ડ સજા કરશે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધુ 21 ગેરરીતિના કેસ સામે આવ્યાં છે ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલ CCTV ફૂટેજ ચકાસણી દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધુ 21 ગેરરીતિના કેસ સામે આવ્યાં છે. કુલ 27 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યાં હતા જેમાથી જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવેલ હિયરીંગમાં 6 વિદ્યાર્થીઓ નિર્દોષ જાહેર થયાં છે, જ્યારે 21 વિદ્યાર્થીઓના કેસ ડીઈઓ કચેરી દ્વારા બોર્ડને મોકલી અપાયાં છે. આ 21 કેસમાં ધોરણ.10ના 13, ધોરણ.12 સાયન્સના 1 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 7 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર ડીઈઓ કચેરીમાં પણ CCTV ચકાસણી દરમિયાન 21 કેસ નોંધાયા હતા. જોકે હવે બોર્ડ દ્વારા હિયરીંગ કરી સજા સંભળાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા કક્ષાએ CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન અમદાવાદ શહેરમાં 21 ગેરરીતિના કેસ નોધાયા હતા, એ પછી આજે ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા હાથ ધરાયેલ હિયરીંગ પૂર્ણ થયુ હતુ.. અમદાવાદ ગ્રામ્યમાં પણ 21 કેસ નોંધાયા છે. ધોરણ.10માં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે જેમાં 4 વિદ્યાર્થી રિપીટર હતા જ્યારે 6 વિદ્યાર્થી રેગ્યુલર હતા. ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 7 કેસ નોંધાયા છે જેમાથી 4 વિદ્યાર્થી રિપીટર હતા અને 3 રેગ્યુલર વિદ્યાર્થી હતા. ધોરણ.12 સાયન્સમાં 1 વિદ્યાર્થિની ઝડપાઈ છે જે રિપીટર હતી. ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપાયે છે એમાં એક બીજાને કાપલી આપતા હોય, એક બીજાની ઉત્તરવહી બદલતા તેમજ ત્રણ-ચાર વિદ્યાર્થી અરસ-પરસ સાહિત્ય ફેરવી લખતા હોવાનું સામે આવ્યું છે. ડીઈઓ કચેરી દ્વારા આ વિગતો બોર્ડને મોકલી અપાઈ છે. જોેક હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાથી આવેલ ગેરરીતિ કેસનું હિયરીંગ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્યમાં બોર્ડ પરીક્ષાના CCTVમાં 21 ગેરરીતિના કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધો.10-12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ હતી
  • શહેર વિસ્તારમાં પણ 21 કેસ નોંધાયા હતા, હિયરિંગ બાદ બોર્ડ સજા કરશે
  • અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધુ 21 ગેરરીતિના કેસ સામે આવ્યાં છે

ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલ CCTV ફૂટેજ ચકાસણી દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધુ 21 ગેરરીતિના કેસ સામે આવ્યાં છે. કુલ 27 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યાં હતા જેમાથી જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવેલ હિયરીંગમાં 6 વિદ્યાર્થીઓ નિર્દોષ જાહેર થયાં છે, જ્યારે 21 વિદ્યાર્થીઓના કેસ ડીઈઓ કચેરી દ્વારા બોર્ડને મોકલી અપાયાં છે. આ 21 કેસમાં ધોરણ.10ના 13, ધોરણ.12 સાયન્સના 1 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 7 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર ડીઈઓ કચેરીમાં પણ CCTV ચકાસણી દરમિયાન 21 કેસ નોંધાયા હતા. જોકે હવે બોર્ડ દ્વારા હિયરીંગ કરી સજા સંભળાવવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા કક્ષાએ CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન અમદાવાદ શહેરમાં 21 ગેરરીતિના કેસ નોધાયા હતા, એ પછી આજે ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા હાથ ધરાયેલ હિયરીંગ પૂર્ણ થયુ હતુ.. અમદાવાદ ગ્રામ્યમાં પણ 21 કેસ નોંધાયા છે. ધોરણ.10માં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે જેમાં 4 વિદ્યાર્થી રિપીટર હતા જ્યારે 6 વિદ્યાર્થી રેગ્યુલર હતા. ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 7 કેસ નોંધાયા છે જેમાથી 4 વિદ્યાર્થી રિપીટર હતા અને 3 રેગ્યુલર વિદ્યાર્થી હતા. ધોરણ.12 સાયન્સમાં 1 વિદ્યાર્થિની ઝડપાઈ છે જે રિપીટર હતી. ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપાયે છે એમાં એક બીજાને કાપલી આપતા હોય, એક બીજાની ઉત્તરવહી બદલતા તેમજ ત્રણ-ચાર વિદ્યાર્થી અરસ-પરસ સાહિત્ય ફેરવી લખતા હોવાનું સામે આવ્યું છે. ડીઈઓ કચેરી દ્વારા આ વિગતો બોર્ડને મોકલી અપાઈ છે. જોેક હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાથી આવેલ ગેરરીતિ કેસનું હિયરીંગ હાથ ધરવામાં આવશે.