અદાણી એનર્જી સોલ્યુશન્સના નાણાકીય વર્ષ-2025ના બીજા ત્રિમાસિકમાં મજબૂત વૃદ્ધિ, નફામાં થયો વધારો

વૈશ્વિક વૈવિધ્યસભર અદાણીના વ્યવસાયોના એક ભાગ અને ભારતની સૌથી વિરાટ ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ અને સ્માર્ટ મિટરીંગ પોર્ટફોલિઓમાં વૃદ્ધિ તરફ આગળ વધી રહેલ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 30 સપ્ટેમ્બર 2024ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક સમયગાળામાં તેના નાણાકીય અને સંચાલકીય કામકાજના પ્રદર્શનની આજે જાહેરાત કરી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના CEOએ આપી માહિતી અદાણી એનર્જી સોલ્યુશન્સના CEO કંદર્પ પટેલે ચાલુ નાણાકીય વર્ષમાં મજબૂત કામકાજ અને નાણાકીય પ્રદર્શન માટે આનંદ વ્યક્ત કરતા કહ્યુ કે, વધુ એક સમયગાળામાં અમે સંગીન કામકાજ ચાલું રાખ્યું છે. કંપનીએ સમયસર હાથ ઉપરના પ્રકલ્પને કાર્યરત કરવા અને સંચાલકીય કાર્યક્ષમતા ઉપર લક્ષ્ય આપ્યું છે. બન્ને યુટિલિટીઝમાં વીજ માંગમા વધારા તરફી વલણ અને નવા ટ્રાન્સમિશન પ્રકલ્પ હાંસલ કરવાની બાબતો ઉત્સાહવર્ધક છે અને કંપની તેના હસ્તકના સ્માર્ટ મિટરીંગ કરાર અંતર્ગત મીટર ઇન્સ્ટોલ કરવાની દીશામાં પ્રગતિ કરી રહી છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા કંપનીની પ્રતિબદ્ધતા અદાણી એનર્જી સોલ્યુશન્સના CEOએ વધુમાં કહ્યું કે, અમને આનંદ છે કે પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન 'બિઝનેસ વર્લ્ડ'એ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને ઉર્જા અને ખનન ક્ષેત્રની કંપની તરીકે બીજા ક્રમે અને સમગ્ર યાદીમાં 23માં સ્થાન આપી સૌથી વધુ ટકાઉ કંપની તરીકે સ્વીકૃતિ આપી છે. એમ ઉમેરી તેમણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ટકાઉ વ્યવસાયિક આયામોની દીશામાં કામ કરતા રહેવાની કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વાર્ષિક ધોરણે એબિટ્ડા 31% વધીને રૂ. 1,891 કરોડ તાજેતરમાં કાર્યરત કરવામાં આવેલ ખારઘર-વિક્રોલી, વરોરા-કુર્નુલ, ખાવડા-ભુજ લાઇન્સ, મહાન-સિપેટ લાઇનનું સંપાદન, મુંબઈ અને મુંદ્રા યુટિલિટીઝમાં ઊર્જાનું ઉંચું વેચાણ અને સ્માર્ટ મિટરીંગમાંથી યોગદાન જેવા પરિબળોનાં સિંહફાળાના કારણે કુલ આવકમાં 69%ની ધરખમ વૃદ્ધિ થઈ છે. જેમાં મજબુત આવકના લીધે EBITDA 31% વધી રૂ.1891 કરોડ પર પહોંચ્યો છે. ગુજરાતના જામનગર NES, નવીનાળ (મુંદ્રા) અને ખાવડાના તબક્કા IVA મળી ત્રણ નવા ટ્રાન્સમિશન પ્રકલ્પો હાંસલ થવાથી 2059 સરકીટ કિલોમીટરનું નેટવર્ક નિર્માણ હેઠળ ત્રણ નવા પ્રકલ્પો જીતવા સાથે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિર્માણ હેઠળના રૂ. 17000 કરોડના પ્રોજેક્ટ પાઇપલાઇન વધીને બીજા ક્વાર્ટરમાં રૂ. 27,300 કરોડે પહોંચ્યા. QIP મારફત રુ. 8,373 કરોડ એકત્ર કરાયા વીજ માંગમાં મજબુત વધારા તરફી વલણના કારણે વાર્ષિક ધોરણે બીજા ત્રિમાસિકમાં અદાણી ઇલેક્ટ્રીસીટી મુંબઈની માંગ 7% વધારા સાથે 2609 મિલિયન યુનિટ અને મુંદ્રા યુટિલિટીમાં વાર્ષિક ધોરણે 50% વધારા સાથે 234 મિલિયન યુનિટ થઈ છે. પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં દેવાની સ્થિતિ તંદુરસ્ત રહી છે. એબિડ્ટાનું ચોખ્ખું દેવું 3.1 ગણું છે. ગત નાણાકીય.વર્ષનાં અર્ધ વાર્ષિક ગાળામાં રૂ. 2622 કરોડના કેપેક્ષ સામે ચાલુ વર્ષના 6 માસિક ગાળામાં આ આંક રુ.4400 કરોડ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિઝમાંથી આંતર રાજ્ય એનર્જી ટ્રેડિંગ લાયસન્સની તબદીલી માટે કંપનીને CERCની મંજૂરી મળી છે. QIP મારફત રુ. 8,373 કરોડ એકત્ર કરવા સાથે પાવર સેક્ટરમાં સૌથી મોટું નાણા ભંડોળ એકત્ર કરનાર કંપની બની છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના નાણાકીય વર્ષ-2025ના બીજા ત્રિમાસિકમાં મજબૂત વૃદ્ધિ, નફામાં થયો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વૈશ્વિક વૈવિધ્યસભર અદાણીના વ્યવસાયોના એક ભાગ અને ભારતની સૌથી વિરાટ ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ અને સ્માર્ટ મિટરીંગ પોર્ટફોલિઓમાં વૃદ્ધિ તરફ આગળ વધી રહેલ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 30 સપ્ટેમ્બર 2024ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક સમયગાળામાં તેના નાણાકીય અને સંચાલકીય કામકાજના પ્રદર્શનની આજે જાહેરાત કરી છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના CEOએ આપી માહિતી

અદાણી એનર્જી સોલ્યુશન્સના CEO કંદર્પ પટેલે ચાલુ નાણાકીય વર્ષમાં મજબૂત કામકાજ અને નાણાકીય પ્રદર્શન માટે આનંદ વ્યક્ત કરતા કહ્યુ કે, વધુ એક સમયગાળામાં અમે સંગીન કામકાજ ચાલું રાખ્યું છે. કંપનીએ સમયસર હાથ ઉપરના પ્રકલ્પને કાર્યરત કરવા અને સંચાલકીય કાર્યક્ષમતા ઉપર લક્ષ્ય આપ્યું છે. બન્ને યુટિલિટીઝમાં વીજ માંગમા વધારા તરફી વલણ અને નવા ટ્રાન્સમિશન પ્રકલ્પ હાંસલ કરવાની બાબતો ઉત્સાહવર્ધક છે અને કંપની તેના હસ્તકના સ્માર્ટ મિટરીંગ કરાર અંતર્ગત મીટર ઇન્સ્ટોલ કરવાની દીશામાં પ્રગતિ કરી રહી છે.

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા કંપનીની પ્રતિબદ્ધતા

અદાણી એનર્જી સોલ્યુશન્સના CEOએ વધુમાં કહ્યું કે, અમને આનંદ છે કે પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન 'બિઝનેસ વર્લ્ડ'એ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને ઉર્જા અને ખનન ક્ષેત્રની કંપની તરીકે બીજા ક્રમે અને સમગ્ર યાદીમાં 23માં સ્થાન આપી સૌથી વધુ ટકાઉ કંપની તરીકે સ્વીકૃતિ આપી છે. એમ ઉમેરી તેમણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ટકાઉ વ્યવસાયિક આયામોની દીશામાં કામ કરતા રહેવાની કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વાર્ષિક ધોરણે એબિટ્ડા 31% વધીને રૂ. 1,891 કરોડ

તાજેતરમાં કાર્યરત કરવામાં આવેલ ખારઘર-વિક્રોલી, વરોરા-કુર્નુલ, ખાવડા-ભુજ લાઇન્સ, મહાન-સિપેટ લાઇનનું સંપાદન, મુંબઈ અને મુંદ્રા યુટિલિટીઝમાં ઊર્જાનું ઉંચું વેચાણ અને સ્માર્ટ મિટરીંગમાંથી યોગદાન જેવા પરિબળોનાં સિંહફાળાના કારણે કુલ આવકમાં 69%ની ધરખમ વૃદ્ધિ થઈ છે. જેમાં મજબુત આવકના લીધે EBITDA 31% વધી રૂ.1891 કરોડ પર પહોંચ્યો છે. ગુજરાતના જામનગર NES, નવીનાળ (મુંદ્રા) અને ખાવડાના તબક્કા IVA મળી ત્રણ નવા ટ્રાન્સમિશન પ્રકલ્પો હાંસલ થવાથી 2059 સરકીટ કિલોમીટરનું નેટવર્ક નિર્માણ હેઠળ ત્રણ નવા પ્રકલ્પો જીતવા સાથે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિર્માણ હેઠળના રૂ. 17000 કરોડના પ્રોજેક્ટ પાઇપલાઇન વધીને બીજા ક્વાર્ટરમાં રૂ. 27,300 કરોડે પહોંચ્યા.

QIP મારફત રુ. 8,373 કરોડ એકત્ર કરાયા

વીજ માંગમાં મજબુત વધારા તરફી વલણના કારણે વાર્ષિક ધોરણે બીજા ત્રિમાસિકમાં અદાણી ઇલેક્ટ્રીસીટી મુંબઈની માંગ 7% વધારા સાથે 2609 મિલિયન યુનિટ અને મુંદ્રા યુટિલિટીમાં વાર્ષિક ધોરણે 50% વધારા સાથે 234 મિલિયન યુનિટ થઈ છે. પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં દેવાની સ્થિતિ તંદુરસ્ત રહી છે. એબિડ્ટાનું ચોખ્ખું દેવું 3.1 ગણું છે. ગત નાણાકીય.વર્ષનાં અર્ધ વાર્ષિક ગાળામાં રૂ. 2622 કરોડના કેપેક્ષ સામે ચાલુ વર્ષના 6 માસિક ગાળામાં આ આંક રુ.4400 કરોડ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિઝમાંથી આંતર રાજ્ય એનર્જી ટ્રેડિંગ લાયસન્સની તબદીલી માટે કંપનીને CERCની મંજૂરી મળી છે. QIP મારફત રુ. 8,373 કરોડ એકત્ર કરવા સાથે પાવર સેક્ટરમાં સૌથી મોટું નાણા ભંડોળ એકત્ર કરનાર કંપની બની છે.