Amreli: ખાંભા, ગીર પંથકમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ
અમરેલીના ખાંભા ગીર પંથકમાં ચોમાસાના અંતિમ તબક્કામાં છેલ્લે છેલ્લે મેઘો મુશળધાર થયો છે. ખાંભા શહેરમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.ગીદરડી ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા ખાંભા ગીર પંથકના ગામડાઓમાં સતત પાંચમાં દિવસે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગીદરડી ગામની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ખાંભા ગીરના ગીદરડી, પીપળવા, ચતુરી, દાઢીયાળી સહિત ગામોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોના ખેતીના આગોતરા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાંભાની હડિયો નદીના પાણીના પ્રવાહમાં ભેંસ તણાઈ તમને જણાવી દઈએ કે અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્યમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે અને આ વરસાદી પાણીમાં ખાંભાની હડિયો નદીના પાણીના પ્રવાહમાં ભેંસ તણાઈ જવાની ઘટના બની છે. ભેંસ નદીમાં તણાતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાંભા, મીતીયાળા જંગલમાં 3થી 4 ઈંચ વરસાદ વરસવાને પગલે નદી નાળા છલકાયા છે અને વરસાદને પગલે ધાતરવડી અને હડીયો નદી બે કાંઠે વહેતી થઈ છે.બગસરાનો મુંજયાસર ડેમની સપાટીમાં વધારો અમરેલીના બગસરાના મુંજ્યાસર ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 24 ફૂટે પહોંચી છે અને ડેમ છલકાવવામાં માત્ર અડધો ફૂટ બાકી છે. અત્યાર સુધી ડેમ 97 ટકા ભરાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે બગસરાના મુંજયાસર ડેમની સપાટી કૂલ 24.50 ફૂટ છે, જેમાં હાલમાં પાણી 24 ફૂટની સપાટીએ પહોંચ્યું છે. બગસરાના 5 ગામ અને અમરેલીના 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા આ ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે, જેથી બગસરાના 5 ગામ અને અમરેલીના 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલીના બગસરાના જામકા, સનાળિયા, જેઠીયાવદર, સિલાણા અને અમરેલીના ટિબલા, પાણિયા, મોટા માંડવડાં, બાબાપુર અને ગાવડકા ગામને સાવચેત રહેવા અને ગામના લોકોને નદીના પટમાં ના જવા તાકીદ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના ખાંભા ગીર પંથકમાં ચોમાસાના અંતિમ તબક્કામાં છેલ્લે છેલ્લે મેઘો મુશળધાર થયો છે. ખાંભા શહેરમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
ગીદરડી ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા
ખાંભા ગીર પંથકના ગામડાઓમાં સતત પાંચમાં દિવસે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગીદરડી ગામની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ખાંભા ગીરના ગીદરડી, પીપળવા, ચતુરી, દાઢીયાળી સહિત ગામોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોના ખેતીના આગોતરા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખાંભાની હડિયો નદીના પાણીના પ્રવાહમાં ભેંસ તણાઈ
તમને જણાવી દઈએ કે અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્યમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે અને આ વરસાદી પાણીમાં ખાંભાની હડિયો નદીના પાણીના પ્રવાહમાં ભેંસ તણાઈ જવાની ઘટના બની છે. ભેંસ નદીમાં તણાતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાંભા, મીતીયાળા જંગલમાં 3થી 4 ઈંચ વરસાદ વરસવાને પગલે નદી નાળા છલકાયા છે અને વરસાદને પગલે ધાતરવડી અને હડીયો નદી બે કાંઠે વહેતી થઈ છે.
બગસરાનો મુંજયાસર ડેમની સપાટીમાં વધારો
અમરેલીના બગસરાના મુંજ્યાસર ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 24 ફૂટે પહોંચી છે અને ડેમ છલકાવવામાં માત્ર અડધો ફૂટ બાકી છે. અત્યાર સુધી ડેમ 97 ટકા ભરાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે બગસરાના મુંજયાસર ડેમની સપાટી કૂલ 24.50 ફૂટ છે, જેમાં હાલમાં પાણી 24 ફૂટની સપાટીએ પહોંચ્યું છે.
બગસરાના 5 ગામ અને અમરેલીના 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા
આ ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે, જેથી બગસરાના 5 ગામ અને અમરેલીના 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલીના બગસરાના જામકા, સનાળિયા, જેઠીયાવદર, સિલાણા અને અમરેલીના ટિબલા, પાણિયા, મોટા માંડવડાં, બાબાપુર અને ગાવડકા ગામને સાવચેત રહેવા અને ગામના લોકોને નદીના પટમાં ના જવા તાકીદ કરવામાં આવી છે.