Ahmedabad : કુંભમેળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો, મોબાઈલથી મોકલ્યો હતો મેસેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પોલીસે કુંભમેળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો. આરોપીએ અમદાવાદ એરપોર્ટ અને રેલવે પર પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી.
બ્લાસ્ટની ધમકી
પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જો કે વિરોધી રાજકીય પક્ષો ઉપરાંત કેટલાક અસમાજિક તત્ત્વો માટે પણ મહાકુંભ નિશાના પર છે. એક શખ્સ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ અસમાજિક તત્ત્વ દ્વારા મોબાઈલથી મેસેજ કરી મહાકુંભ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ અને રેલવેમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. મેસેજમાં પાકિસ્તાન અને ધાર્મિક લખાનો પણ ઉલ્લેખ કરાયો હતો. બ્લાસ્ટની ધમકીને પોલીસે ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી.
પોલીસે આરોપીને ઝડપ્યો
હાથ ધરેલ તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલથી મેસેજ કરી બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ પૂછપરછ કરી. આરોપીનું નામ અરુણ જોશી છે અને તે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું. હાલમાં આરોપી ગાંધીધામમાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવે છે.
આરોપીએ અલ્લાહુ અકબર, પાકિસ્તાન જિંદાબાદ લખી 12- 2 - 2025 ના રોજ બ્લાસ્ટની ધમકી આપતો મેસેજ લખી મોકલ્યો હતો. આ મેસેજથી પોલીસ દોડતી થઈ અને બ્લાસ્ટની ધમકીઆપનારની સઘન તપાસ હાથ ધરી. અંતે પોલીસને સફળતા મળી અને આરોપીને ઝડપી પાડ્યો. મહાકુંભ અને અમદાવાદ એરપોર્ટ અને રેલવે જેવા અલગ અલગ સ્થળે બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી.
પોલીસ કારણોની તપાસ કરશે
પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ કેમ બ્લાસ્ટની ધમકીને શાકભાજીની લારી ધરાવનાર શખ્સની પૂછપરછ કરશે. આ શખ્સ આંતકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે અથવા તો ફક્ત આનંદ ખાતર ધમકી આપી હતી કે પછી અન્ય કોઈ ઇરાદાને પાર પાડવા બ્લાસ્ટની ધમકી આપી હતી જેવા કારણોની પોલીસ તપાસ કરશે.
What's Your Reaction?






