અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો

Apr 7, 2026 - 11:00
અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

રક્ષાબંધનના તહેવારમાં ઝઘડો થયો હોવાની દાઝ રાખી માર મારી ધમકી આપી

ભાવનગર -  કરચલિયાપરા વિસ્તારમાં યુવાનને રક્ષાબંધનના તહેવાર સમયે શખ્સ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હોવા છતાં ચાર ઈસમે યુવાન પર લાકડી, છરી અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કરચલિયાપરા બજરંગ અખાડા પાછળ આવેલ પોપટનગર ખાતે રહેતા રોનકભાઈ શંકરભાઈ વાજાને મોહિત વાજા સાથે રક્ષાબંધનના તહેવાર ઉપર ઝઘડો થયો હતો અને આ બાબતે સમાધાન પણ થઈ ગયેલ હતું તેમ છતા તેની દાઝ રાખી મોહિત વાજા, શંકર બારૈયા અને બે અજાણ્યા ઈસમોએ રોનકભાઈને ફોન કરીને બોલાવી ચારેય શખ્સેએ એકસંપ કરી રોનકભાઈને ઢીકાપાટુથી મુંઢમાર મારી છરી તથા લાકડાના ધોકાથી માર મારી ઈજા પહોચાડી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0