Yog બોર્ડ સાથે સંકળાયેલ કોર્ડીનેટર અને યોગ ટ્રેનરને પ્રોત્સાહન આપવા અપાશે એવોર્ડ
ગુજરાત સરકારનાં રમત- ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે હેતુસર “ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ” આપવામાં આવે છે. યોગ ટ્રેનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ જે અંતર્ગત ૧) શ્રેષ્ઠ યોગ કો ઓર્ડીનેટર-રાજ્ય કક્ષા, ૨) શ્રેષ્ઠ યોગ કોચ-જિલ્લા કક્ષા અને ૩) શ્રેષ્ઠ યોગ ટ્રેનર-જિલ્લા કક્ષા એમ ત્રણ કેટેગરીમાં યોગ એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ તથા યોગ બોર્ડ દ્વારા આપવામાં આવેલ યોગ કોચ /યોગ ટ્રેનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. એવોર્ડ મેળવવા માટે ઉંમરનો કોઈ બાધ નથી અરજી કરવા માટે સંપૂર્ણ બાયોડેટા અને તમામ પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાંમાં ફોટા સાથે અરજીમાં પૂરું નામ, સરનામું અને સંપર્ક નંબર, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોગ ક્ષેત્રે કરેલા કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવા રજૂ કરવાના રહેશે. અરજી કોઈ પણ એક કેટેગરીમાં તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં પ્રતિ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,બ્લોક નં એ-૫ , ગ્રાઉન્ડ ફ્લોર, બહુમાળી ભવન ,ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે. અધૂરી વિગતવાળી કે સમય મર્યાદા બહાર મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારનાં રમત- ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે હેતુસર “ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ” આપવામાં આવે છે.
યોગ ટ્રેનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
જે અંતર્ગત ૧) શ્રેષ્ઠ યોગ કો ઓર્ડીનેટર-રાજ્ય કક્ષા, ૨) શ્રેષ્ઠ યોગ કોચ-જિલ્લા કક્ષા અને ૩) શ્રેષ્ઠ યોગ ટ્રેનર-જિલ્લા કક્ષા એમ ત્રણ કેટેગરીમાં યોગ એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ તથા યોગ બોર્ડ દ્વારા આપવામાં આવેલ યોગ કોચ /યોગ ટ્રેનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
એવોર્ડ મેળવવા માટે ઉંમરનો કોઈ બાધ નથી
અરજી કરવા માટે સંપૂર્ણ બાયોડેટા અને તમામ પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાંમાં ફોટા સાથે અરજીમાં પૂરું નામ, સરનામું અને સંપર્ક નંબર, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોગ ક્ષેત્રે કરેલા કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવા રજૂ કરવાના રહેશે. અરજી કોઈ પણ એક કેટેગરીમાં તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં પ્રતિ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,બ્લોક નં એ-૫ , ગ્રાઉન્ડ ફ્લોર, બહુમાળી ભવન ,ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે. અધૂરી વિગતવાળી કે સમય મર્યાદા બહાર મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.