Weather News: આજે હળવા વરસાદની આગાહી, રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે

Aug 12, 2025 - 08:30
Weather News: આજે હળવા વરસાદની આગાહી, રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ,તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રી આસપાસ નોંધાઈ શકે છે.

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. હાલમાં નવસારી, વલસાડ,તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે. આગામી 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે.

અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0