Deesa: માલગઢના પૂર્વ સરપંચ અને વેપારીનું સારવાર દરમિયાન મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી વેપારી કુંદનલાલ કચ્છવાનું રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગુરૂવારે તેમણે માલગઢ ગામે આવેલા શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી બાદમાં પોતાને લમણે ગોળી મારી દીધી હતી. ઘાયલ કુંદનલાલ કચ્છવાને સૌપ્રથમ ડીસાની ખાનગી હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમની ગંભીર હાલતને જોતા મોડી સાંજે તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. જયાં શુક્રવાર સાંજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ સમગ્ર બનાવ કોલ્ડ સ્ટોરેજને લગતા વિવાદને કારણે બન્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે હાલ આ મામલે જાણવા જોગ નોંધ દાખલ કરી છે અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક કુંદનલાલ કચ્છવાની માળી સમાજના એક પ્રતિષ્ઠિત અગ્રણી હતા. રાજકીય ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા હતા અને માલગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સાત વખત ચૂંટણી લડી હતી જેમાંથી તેઓ ચાર વખત વિજેતા બન્યા હતા. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કુંદનલાલ કચ્છવાએ પોતાના મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો હતો જે હાલ વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે હું આજે એક કાયદા વિરૂદ્ધનું કામ કરવા જઈ રહ્યો છું આપઘાત કરવા જઈ રહ્યો છું. વિડીયોમાં તેમણે માળી સમાજના કેટલાક લોકોએ તેમની પાસેથી કોલ્ડ સ્ટોરેજ છીનવી લીધો હોવાનું જણાવી પોતે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડયા સહિત માળી સમાજના અગ્રણીઓને પોતાને અને ત્યારબાદ પોતાના દીકરાઓને ન્યાય અપાવે તેવી આજીજીભરી માંગણી કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને રડતા અવાજે છેલ્લા રામરામ કરતા નજરે વિડીયોમાં પડી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

