Weather Alert: બેવડી ઋતુ વચ્ચે કમોસમી વરસાદ મચાવશે તાંડવ! અંબાલાલ પટેલની આગાહી

Feb 22, 2025 - 13:00
Weather Alert: બેવડી ઋતુ વચ્ચે કમોસમી વરસાદ મચાવશે તાંડવ! અંબાલાલ પટેલની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે. જો કે, લોકો અત્યારથી જ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતા છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે બીજી વખત 7 થી 10 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ ખાબકવાની આગાહી છે.

24 થી 28 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલેની આગાહી અનુસાર, રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન અને બીજી વખત 7 થી 10 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ ખાબકી શકે છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.

કમોસમી વરસાદથી ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ

જ્યારે બીજા તબક્કામાં એટલે કે 7 થી 10 માર્ચ દરમિયાન રાજ્યનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rains) પડી શકે છે. જો કે, માર્ચ મહિનાથી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. ત્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. આથી, ઉનાળુ પાક બાજરી, મકાઈ વગેરેને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0