Weather : ઉત્તરાયણમાં સારા પવનની હવામાન વિભાગની આગાહી, પતંગ રસિકોને પડશે મોજ

અમદાવાદ હવામાન વિભાગે રાજયમાં ઉત્તરાયણ પર્વમાં પવનને લઈ આગાહી કરી છે,14 અને 15 જાન્યુઆરીના રોજ સારો પવન રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,સાથે સાથે ઉત્તરાયણમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને નલિયાનું તાપમાન 8.8 ડિગ્રી સુધી જઈ શકે છે,અને અમદાવાદમાં 12 થી 13 ડિગ્રી તાપમાન રહી શકે છે. પવનની વધશે ગતિ પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત રહેશે તો નલિયા સિઝનનું સૌથી ઓછું તાપમાન પહેલીવાર નોંધાયું હોવાની વાત સામે આવી છે,હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી.,લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે. 

Weather : ઉત્તરાયણમાં સારા પવનની હવામાન વિભાગની આગાહી, પતંગ રસિકોને પડશે મોજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ હવામાન વિભાગે રાજયમાં ઉત્તરાયણ પર્વમાં પવનને લઈ આગાહી કરી છે,14 અને 15 જાન્યુઆરીના રોજ સારો પવન રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,સાથે સાથે ઉત્તરાયણમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને નલિયાનું તાપમાન 8.8 ડિગ્રી સુધી જઈ શકે છે,અને અમદાવાદમાં 12 થી 13 ડિગ્રી તાપમાન રહી શકે છે.

પવનની વધશે ગતિ

પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત રહેશે તો નલિયા સિઝનનું સૌથી ઓછું તાપમાન પહેલીવાર નોંધાયું હોવાની વાત સામે આવી છે,હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી.,લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા

બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.