Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી

Mar 13, 2026 - 16:00
Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીરસોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળની નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. લાખો રૂપિયાના વેરા ઉઘરાવતી પાલિકા પોતે વીજ બિલ ભરવામાં ઉણી ઉતરી છે. PGVCL દ્વારા પાલિકાને રૂ.1.55 કરોડ (રૂ.155.93 લાખ) જેવી માતબર રકમનું વીજ બિલ બાકી હોવાથી આખરી નોટિસ ફટકારવામાં આવી છે. PGVCL દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પાલિકા તંત્ર છેલ્લા ઘણા સમયથી વીજ બિલ ભરવામાં બેદરકારી દાખવી રહ્યું છે.

7 દિવસમાં બાકી વિજ બિલ ભરવા તાકીદ

આ અગાઉ અનેકવાર લેખિતમાં જાણ કરવા છતાં પાલિકાએ રકમની ચુકવણી કરી નથી. હવે PGVCL એ કડક વલણ અપનાવીને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો નિયત સમયમાં બિલ નહીં ભરાય તો શહેરના મહત્વના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. પાલિકાની આ આર્થિક બેદરકારીનો ભોગ વેરાવળના નિર્દોષ નાગરિકો બને તેવી પૂરેપૂરી શક્યતા છે. જો PGVCL કાર્યવાહી કરશે તો શહેરના પાણી પુરવઠાના પમ્પિંગ સ્ટેશનોના કનેક્શન કપાઈ શકે છે.

PGVCLનું નગરપાલિકાને કડક અલ્ટીમેટમ

રાત્રિના સમયે શહેરને પ્રકાશિત કરતી સ્ટ્રીટ લાઈટો ગુલ થઈ શકે છે. એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ જોખમમાં મુકાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું પાલિકા તંત્ર 7 દિવસમાં આ કરોડોની રકમની વ્યવસ્થા કરશે કે પછી શહેર અંધકારમાં ડૂબશે, તે હવે જોવાનું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0