Rajkotમાં ડુપ્લીકેટ દારૂનું રેકેટ ઝડપાયું: PCBએ ભગવતીપરામાંથી ભેજાબાજની કરી ધરપકડ

Aug 6, 2026 - 11:00
Rajkotમાં ડુપ્લીકેટ દારૂનું રેકેટ ઝડપાયું: PCBએ ભગવતીપરામાંથી ભેજાબાજની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં દારૂડિયાઓને મોંઘી બ્રાન્ડના નામે બનાવટી દારૂ પધરાવવાનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પીસીબી (PCB) ની ટીમે શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉનશિપમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેકેટ ચલાવનાર ભેજાબાજ આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે. આ આરોપી ભંગારમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી વિદેશી દારૂની બોટલો ખરીદતો હતો. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરી, નવું સીલ મારીને ઊંચા ભાવે વેચતો હતો.

આરોપીએ વીડિયોમાં કરી પોતાની મોડસ ઓપરેન્ડીની કબૂલાત

આરોપી 'અનીશ હિંગોરા' કઈ રીતે ભંગારની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ડુપ્લીકેટ બોટલો તૈયાર કરતો હતો તે અંગે કેમેરા અને પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી. આરોપી સસ્તા દારૂની માત્રા મેળવીને તેને મોંઘી બ્રાન્ડ તરીકે પેક કરીને બજારમાં વધુ નફો કમાવવા માટે વેચતો હતો. દારૂના શોખીનોને બ્રાન્ડના નામે બનાવટી અને આરોગ્ય માટે જોખમી દારૂ પધરાવીને અનીશ હિંગોરા મોટો આર્થિક ફાયદો મેળવી રહ્યો હતો.

પીસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ બનાવટી દારૂના રેકેટનો પર્દાફાશ થતાં જ પીસીબી પોલીસે સમગ્ર માલસામાન કબજે કરીને આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ ડુપ્લીકેટ દારૂ કોને-કોને વેચતો હતો, ભંગારમાંથી બોટલો આપનાર કોણ હતું અને આ કૌભાંડમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ, તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0