Veraval: નગરપાલિકાની ટેક્સ વસૂલાતમાં બેદરકારી, 38 કરોડના લક્ષ્યાંક સામે માંડ 10 કરોડ વસૂલાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની આર્થિક સ્થિતિ અને ટેક્સ વસૂલાતની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે. ચાલુ નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં પણ પાલિકા પોતાના લક્ષ્યાંકના 30 ટકા રકમ પણ વસૂલ કરી શકી નથી. કુલ 38.77 કરોડની માંગણી સામે અત્યાર સુધી માત્ર 10 કરોડની જ વસૂલાત થઈ છે, જ્યારે 28.71 કરોડ હજુ પણ બાકી બોલે છે.
વોર્ડવાર બાકી વસૂલાતની વિગત
પાલિકાના ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ શહેરના વિવિધ વોર્ડમાં કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે. વોર્ડ નંબર 4માં સૌથી વધુ 7.96 કરોડનું લેણું બાકી છે.વોર્ડ નંબર 8 અને 10 આ વિસ્તારોમાં પણ 4.70 કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી છે. આશ્ચર્યજનક રીતે વિવિધ સરકારી કચેરીઓ અને મિલકતો પાસે પણ પાલિકાના 1.03 કરોડ લેણા નીકળે છે.
GIDC વસૂલાત અને વિવાદ
વસૂલાતના આંકડાઓમાં GIDCનો વિષય પણ ચર્ચાસ્પદ બન્યો છે. GIDCની અંદાજે 7 કરોડની વસૂલાતમાં ગોટાળો હોવાની આશંકા સેવાઈ રહી છે. આંકડાઓમાં રહેલી વિસંગતતાને કારણે વહીવટી નિષ્ફળતા છે કે પછી જાણીજોઈને કરવામાં આવતી ઢીલાશ, તે અંગે શહેરીજનોમાં ચર્ચા જાગી છે.
આ પણ વાંચો: Bhavnagar: ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણીની આફત, બુધેલ-તરસમિયા લાઈનમાં લીકેજને પગલે 25થી વધુ વિસ્તારોમાં પાણી કાપ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

